નવી દિલ્હીઃ IND vs SA T20 Series: ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમશે. શું આ સિરીઝમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે? હકીકતમાં તેના પર મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવા ઈચ્છતો નથી, પરંતુ બીસીસીઆઈ તેને મનાવવાના પ્રયાસ કરશે. બીસીસીઆઈ ઈચ્છે છે કે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે ટી20 સિરીઝ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટી20 મેચની સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ ટી20 મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે. ત્યારબાદ સિરીઝની બીજી મેચ 12 ડિસેમ્બરે ગકેબરાહામાં રમાશે. તો આ સિરીઝની અંતિમ અને ત્રીજી ટી20 મેચ 14 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં રમાવાની છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં ભારતીય ટીમ વધુમાં વધુ યુવા ખેલાડીઓને અજમાવશે. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓના રમવા પર શંકા યથાવત છે. 


આ પણ વાંચોઃ શુભમન ગિલે કેપ્ટન બનતા જ કહી એવી વાત, સાંભળીને હાર્દિક પંડ્યાને લાગશે મરચાં!


લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે ટી20 મેચ નથી રમ્યા રોહિત-કોહલી
રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત માટે ટી20 ફોર્મેટમાં છેલ્લા એક વર્ષથી મેદાનમાં ઉતર્યા નથી. ટી20 વિશ્વકપ 2022માં રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે ભારત માટે ટી20 મેચ રમતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને દિગ્ગજ ટીમ ઈન્ડિયા માટે ટી20 ફોર્મેટમાં રમ્યા નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ બીસીસીઆઈને કહ્યું કે તે અનિશ્ચિતકાળ સુધી તે વનડે અને ટી20 ફોર્મેટમાં રમવા ઈચ્છતો નથી. તેમ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ પર ફોકસ કરવા ઈચ્છે છે, આ કારણે લિમિટેડ ઓવર ફોર્મેટમાં રમવા ઈચ્છતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube