નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબ સસ્પેન્ડ, BCCIએ પત્ર લખીને નાડાને કર્યા સવાલ
વાડાએ ભારતની રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળાને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સીઈઓ રાહુલ જૌહરીએ રાષ્ટ્રીય ડોવિંગ વિરોધી એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ અને મુખ્ય કાર્યકારી અધિકારીને પત્ર લખીને નાડા અને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સ્થિતિ સ્પષ્ટ કરવાનું કહ્યું છે. વાડાએ શુક્રવારે અહીં સ્થિત ભારતની રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા (NDTL) પર છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધે દેશમાં ડોપિંગ વિરોધી કાર્યક્રમને મોટા સ્તર પર ઝટકો આપ્યો છે કારણ કે 2020મા ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં થોડો સમય બાકી છે. આ સિવાય બીસીસીઆઈએ હાલમાં નાડાની હેઠળ આવવાની વાત માની લીધી હતી.
જૌહરીએ લખ્યું, 'અમને જાણવા મળ્યું છે કે વાડાની તપાસ દરમિયાન એનડીટીએલની પ્રયોગશાળાઓ માટે નક્કી આંતરરાષ્ટ્રીય માપદંડ અનુરૂપ ન હોવાને કારણે તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.'
અડધી સદી ફટકારી બોલ્યો જાડેજા- મેં મારૂ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો
સુપ્રીમ કોર્ટ દ્વારા પસંદ કરાયેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ શુક્રવારે આઈએએનએસને કહ્યું હતું કે, તેણે આ મુદ્દા પર કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો નથી.