મુંબઈઃ BCCI New Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં મોટા ફેરફાર થઈ ગયા છે. બોર્ડની ચૂંટણી 18 ઓક્ટોબરે થવાની છે, પરંતુ હવે આ ચૂંટણી માત્ર એક ઐપચારિકતા લાગી રહી છે. અત્યાર સુધી પ્રમુખ પદ માટે માત્ર રોજર બિન્નીએ ઉમેદવારી નોંધાવી છે અને તેમનું આગામી બીસીસીઆઈ પ્રેસિડેન્ટ બનવાનું નક્કી થઈ ગયું છે. સૌરવ ગાંગુલીની ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી વિદાય થઈ ચુકી છે અને તેની સત્તાવાર જાહેરાત 18 ઓક્ટોબરે થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજર બિન્નીના નવા બીસીસીઆઈ પ્રમુખ બનવાની સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ એક મોટો ફેરફાર થયો છે. અત્યાર સુધી બીસીસીઆઈના કોષાધ્યક્ષ પદ પર કામ કરનાર અરૂણ ધૂમલ નવા આઈપીએલ ચેરમેન બનશે. અત્યાર સુધી બૃજેશ પટેલ આઈપીએલ ચેરમેનના પદ પર કામ કરી રહ્યાં હતા. 


આ પણ વાંચોઃ T20 Worldcup માં તૂટી શકે છે સૌથી મોટો રેકોર્ડ, રેસમાં સૌથી આગળ 2 દેશના 3 ખેલાડીઓ


જય શાહ સચિવ પદે રહેશે યથાવત
ગાંગુલીએ હાલમાં બીસીસીઆઈ પ્રમુખ તરીકે ત્રણ વર્ષ પૂરા કર્યાં હતા અને હવે તેમને હટાવી દેવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ગાંગુલીની ઈચ્છા બીસીસીઆઈ પ્રમુખ પદે રહેવાની હતી પરંતુ ભારે બદાવ વચ્ચે તેમણે આ પદ છોડવું પડ્યું છે. 


જય શાહે ગાંગુલીની સાથે બીસીસીઆઈ સચિવના રૂપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે આ પદ પર યથાવત રહેશે. હાલમાં મુંબઈમાં બીસીસીઆઈની એક બેઠક થઈ હતી જેમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને મહત્વની વાતચીત થઈ હતી. 


તેમ જાણવા મળ્યું કે આ બેઠકમાં બીસીસીઆઈના મોટા ભાગના પદાધિકારીઓએ ગાંગુલીનું સમર્થન કર્યું નહીં. ગાંગુલી આ બેઠક બાદ ખુબ નિરાશ જોવા મળ્યા હતા અને સૌથી છેલ્લે બેઠકમાંથી બહાર નિકળ્યા હતા. બેઠક સમાપ્ત થયા બાદ ગાંગુલીની સાથે કોઈ નહોતું અને તે એકલા હતા. 


આ પણ વાંચોઃ BCCI Election: તો સૌરવ ગાંગુલીને હટાવવામાં આવ્યા? સામે આવી ચોંકાવનારી વિગત


બીસીસીઆઈના નવા પદાધિકારીઓનું સંભવિત લિસ્ટ
પ્રમુખ: રોજર બિન્ની (કર્ણાટક)
સેક્રેટરી: જય શાહ (ગુજરાત)
ઉપપ્રમુખ: રાજીવ શુક્લા (યુપી)
ખજાનચીઃ આશિષ શેલાર (મહારાષ્ટ્ર)
જોઈન્ટ સેક્રેટરીઃ દેવજીત સૈકિયા (આસામ)
IPL અધ્યક્ષ: અરુણ ધૂમલ (હિમાચલ પ્રદેશ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube