નવી દિલ્હી: ભાગ્ય ક્યારે પલટાઈ જાય તે કહી શકાય નહીં. આ વાતનો ગજબ ઉદાહરણ જો જોવું હોય તો તે ભારતીય ક્રિક્ટના પંડ્યા બ્રધર્સનું જોવા જેવું છે. બાળપણમાં પંડ્યાના પરિવારમાં આર્થિક સ્થિતિ એટલી તંગ હતી કે બંને ભાઈઓ પાસે ખાવા માટે પૂરતા પૈસા પણ નહતા. એટલે સુધી કે ક્યારેક તો બંને ભાઈ ગ્રાઉન્ડ પર 5 રૂપિયાની મેગી ખાઈને ભૂખ મીટાવી લેતા હતા. પરંતુ પોતાની મહેનત અને લગનથી આજે તેઓ એ જગ્યાએ છે જ્યાં પૈસા તેમના માટે હાથના મેલ જેવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પંડ્યા પરિવારની હેસિયતનો અંદાજો  એ વાતતી આંકી શકાય કે હાર્દિક પંડ્યાના હાથમાં હાલ 1.01 કરોડ રૂપિયાની રોલેક્સની હીરાજડિત ઘડિયાળ છે. એકથી ચડિયાતા મોંઘા કપડાં અને ઘડિયાળોનો શોખીન હાર્દિક આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવો જાણીએ તેના જીવનના કેટલાક ખાસ પહેલુઓ વિશે. 



પિતા પાસેથી મળ્યો હતો ક્રિકેટનો શોખ
હાર્દિક અને ક્રુણાલ પંડ્યાને ક્રિકેટની દીવાનગી તેમના પિતા હિમાંશુ પંડ્યા પાસેથી વારસાગત મળી હતી. તેઓ સુરતમાં ફાઈનાન્સનો વેપાર કરતા હતા અને તેમના બંને પુત્રોને સ્થાનિક મેચ જોવા માટે પોતાની સાથે લઈ જતા હતાં. વેપારમાં ખોટ જતા હિમાંશુને આરથિક પરેશાનીઓ ઊભી થઈ અને 1998માં વડોદરા શિફ્ટ થઈ ગયા. ઘરમાં પૈસાની અછત થઈ ગઈ પરંતુ આમ છતાં હિમાંશુએ તેમના બંને પુત્રોને વડોદરામાં પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેની ક્રિકેટ એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું. આ એકેડેમીમાં ગયા બાદ હાર્દિકનું નામ અચાનક મશહૂર થઈ ગયું હતું. 



આખો દિવસ મેદાન પર કરતો હતો પ્રેક્ટિસ
હાર્દિક પંડ્યા ક્રિકેટ પાછળ એટલો પાગલ હતો કે અભ્યાસ આગળ બધુ જ ભૂલી ગયો હતો. અનેકવાર એકેડેમીના મેદાન પર સવારે જતો અને આખો દિવસ ત્યાં જ તેના ભાઈ સાથે અભ્યાસમાં વિતાવી દેતો હતો. ભૂખ લાગે ત્યારે 5 રૂપિયાની મેગી ખાઈ લેવાનું પણ અહીંથી શરૂ થયું હતું. 



બેટ ખરીદવા માટે પણ પૈસા નહતા, ઈરફાને ગિફ્ટ કર્યું હતું બેટ
હાર્દિક પંડ્યાના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની પાસે બેટ ખરીદવા માટે પણ પૈસા નહતા. એટલે સુધી કે મુંબઈ માટે રમવા દરમિયાન પણ તેને કોઈ બેટ માટે કોઈ નિર્માતાએ બેટ સ્પોન્સર કર્યું નહતું. 2014માં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન ખાને તેને 2 બેટ આપ્યા હતાં. 


એક ઈનિંગે જિંદગી પલટી નાખી
કહે છે કે ને કે જીવન બદલવા માટે એક ક્ષણ જ પૂરતી હોય છે. કઈક એવું જ હાર્દિક પંડ્યા સાથે થયું હતું. તેણે પશ્ચિમ ઝોનની એક મેચમાં વડોદરા તરફથી મુંબઈ વિરુદ્ધ માત્ર 57 બોલમાં 82 રન ફટકાર્યા જેને આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના તત્કાલિન કોચ જ્હોન રાઈટે જોઈ અને તેમને હાર્દિક ગમી ગયો. તત્કાળ મુંબઈ ઈન્ડિયન્સનો 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હાર્દિકના હાથમાં હતો. ત્યારબાદ તેના જીવનમં જાણે પૈસાનો વરસાદ થઈ ગયો. આ સીઝનમાં તેણે કેકેઆર વિરુદ્ધ 31  બોલમાં 63 રનની ઈનિંગ રમીને બધાને પોતાના દીવાના કરી નાખ્યા હતાં. 



આજે મુંબઈ ઈન્ડિયન્સ આપે છે 11 કરોડ રૂપિયા
મુંબઈ ઈન્ડિયન્સ માટે 2015માં માત્ર 10 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટથી ઈન્ડિયન પ્રીમીયર લિગમાં કરિયર ચાલુ કરનારા હાર્દિકને આઈપીએલ 2020 માટે કોન્ટ્રાક્ટ 11 કરોડ રૂપિયાનો છે. પરંતુ આ પૈસા સુધી પહોંચવા માટે હાર્દિકે લીગમાં ટીમ માટે પોતાને ઉપયોગી સાબિત પણ કર્યો છે. હાર્દિક અત્યાર સુધી આઈપીએલમાં મુંબઈ માટે 72 મેચમાં 155.22ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટ અને 29.34ની સરેરાશથી 1203 રન બનાવી ચૂક્યો છે. જ્યારે 42 વિકેટ પણ તેણે ટીમ માટે લીધી છે. 48 કેચ પકડ્યા છે. આઈપીએલ 2019માં તેણે 402 રન બનાવવાની સાથે 14 વિકેટ પણ લીધી હતી. હાર્દિકની ખાસિયત હંમેશા એ રહી છે કે જ્યારે ટીમના બાકીના બેટ્સમેન ફ્લોપ ગયા હોય ત્યારે તેણે બોલ કે બેટથી મેજિક પ્રદર્શન કર્યું છે. આથી ટીમની માલિકણ નીતા અંબાણી પણ હાર્દિકને ખુબ પસંદ કરે છે. 



ટીમ ઈન્ડિયા માટે પણ ઉપયોગી
વર્ષ 2016માં હાર્દિકે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી હતી. ત્યા સુધીમાં તે 11 ટેસ્ટ, 54 વનડે અને 40 ટી 20 રમી ચૂક્યો હતો. ક્રિકેટના દરેક ફોર્મેટમાં હાર્દિક ખુબ ઉપયોગી સાબિત થયો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 532 રન બનાવ્યા અને સાથે 17 વિકેટ લીધી તો વનડેમાં 957 રન અને 54 વિકેટ લીધી. ટી20 ક્રિકેટમાં 310 રન અને 38 વિકેટ હાર્દિકના ખાતે ગઈ છે. તેની ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં 43 બોલમાં 76 રનની ઈનિંગ કે જેણે મેચ ફેરવીને એકલા હાથે દમ દેખાડ્યો હતો તે યાદગાર છે. 



ક્રિકેટ બાદ પત્ની અને પુત્રને કરે છે સૌથી વધુ પ્રેમ
હાર્દિક પંડ્યોનો પહેલો પ્રેમ ક્રિકેટ છે પરંતુ જો કોઈ સોશિયલ મીડિયા પર ધ્યાન આપતું હશે તો સરળતાથી સમજી જશે કે ક્રિકેટ બાદ તેના જીવનમાં સૌથી વધુ પ્રેમ પત્ની નતાશા અને બે મહિના પહેલા પેદા થયેલા પુત્ર માટે જ છે.