નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ચાઇનામેન કુલદીપ યાદવ શુક્રવારે પોતાનો 24મો જન્મદિવસ મનાવી રહ્યો છે. કુલદીપે વર્ષ 2017મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરતા ધમાકો કર્યો હતો અને આજે સ્થિતિ તે થઈ ગઈ છે કે, ટીમ ઈન્ડિયા કોઈપણ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની પસંદગી પર કુલદીપના નામનો વિચાર કરવામાં આવે છે. આજ કારણ છે કે, કુલદીપ ટીમ ઈન્ડિયાના હાલના ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો અને તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પણ ટીમની સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના કાનપુરમાં 14 ડિસેમ્બરે જન્મેલા કુલદીપ યાદવને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો અને ધીમે ધીમે તેની રમત પ્રત્યે ગંભીરતા વધતી ગઈ અને ક્રિકેટર બનવાનું સપનું બની ગયું. તેના આ સપનાને કારણે તેનો પરિવાર કાનપુર શહેરમાં આવીને વસી ગયો હતો. શરૂઆતમાં કુલદીપ ફાસ્ટ બોલર બનવા ઈચ્છતો હતો, પરંતુ તેના કોચ કપિલ પાંડેએ તેને ચાઇનામેન બનવાની સલાહ આપી હતી. 


પર્થ ટેસ્ટઃ લાઇવ અપડેટ્સ


ક્રિકેટ છોડવાનું નક્કી કર્યું હતું કુલદીપે
પહેલા 2012મા આઈપીએલમાં રમી ચુકેલ કુલદીપ 2017મા ટીમ ઈન્ડિયામાં આવી શક્યો. લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાં તક ન મળી તો તેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. જ્યારે તેણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી અને 21 સપ્ટેમ્બર 2017ના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકત્તામાં હેટ્રિક ઝડપીને ચર્ચામાં આવ્યો હતો. કુલદીપે વનડેમાં વર્ષ 2018મા કુલદીપ યાદવે 19 મેચમા 17.77ની એવરેજથી 45 વિકેટ ઝડપી છે. આ વર્ષે તેણે 9 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 21 વિકેટ લીધી છે. તેમાં બે વખત ત્રણ વિકેટ અને એકવાર પાંચ વિકેટ ઝડપી છે. કુલદીપ આ દરમિયાન ત્રણ મેચમાં મેન ઓફ ધ મેચ અને એકવાર મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો છે. 


વિદેશોમાં કર્યું શાનદાર પ્રદર્શન
કુલદીપ યાદવની ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં ટી20 સિરીઝમાં શાનદાર બોલિંગ કરી જેના કારણે કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટ સિરીઝમાં પણ તેને સ્થાન આપ્યું હતું. જ્યારે ટીમમાં પહેલા અશ્વિન અને જાડેજા પણ હાજર હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં જ્યાં ટીમ ઈન્ડિયામાં માત્ર એક સ્પીનરને અંતિમ ઈલેવનમાં તક મળી છે, વિરાટે લોર્ડ્સમાં કુલદીપને તક આપી હતી. 

Hockey World Cup 2018: જ્યાં સુધી અમ્પાયરિંગનું સ્તર નહીં સુધરે, આવા પરિણામ આવશેઃ હરેન્દ્ર 


આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયામાં પણ કુલદીપને અંતિમ-16 ખેલાડીઓમાં તક આપવામાં આવી છે. આટલા ઓછા સમયમાં આ કુલદીપની સૌથી મોટી સિદ્ધિ છે. કુલદીપે દક્ષિણ આફ્રિકામાં વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી 17 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ કેપ્ટનનો તેના પર વિશ્વાસ વધી ગયો હતો.