નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ આજે (શનિવાર) પોતાનો 34મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 27  ઓક્ટોબર 1984માં ગુજરાતમાં જન્મેલા ઇરફાનને એક સમયે ટીમ ઈન્ડિયાનો મજબૂત પક્ષ ગણવામાં આવતો હતો.  વર્ષ 2003માં પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સામેલ થયેલા ઇરફાન માટે કેરિયરના શરૂઆત 3-4 વર્ષ મહત્વના રહ્યાં હતા.  ઇરફાનને સૌથી વધુ યાદ 2006ના પાકિસ્તાન પ્રવાસ માટે કરવામાં આવે છે. ઇરફાને ત્યારે કરાચીમાં રમાયેલી શ્રેણીના ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં હેટ્રિક ઝડપીને કહલકો મચાવી દીધો હતો. ઇરફાને આ મેચમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. પઠાણે પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં 1 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબર 2012માં રમી હતી અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ
એક સમયે ઇરફાનની તુલના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલદેવ સાથે કરવામાં આવે છે. પરંતુ બાદમાં કોચ ગ્રેગ ચેપલ તેને ઓપનિંગની જવાબદારી સોંપી જેના કારણે તેની બોલિંગમાં ફેર પડ્યો હતો. ઇરફાન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેણે ઇન્ટરનેશનલ કેરિયરનો અંતિમ મેચ ઓક્ટોબર 2012માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. 


પાકના પ્રવાસે ઝડપી હેટ્રિક
ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીનો ત્રીજો અને અંતિમ ટેસ્ટ મેચ કરાચીમાં રમાઇ રહ્યો હતો. પ્રથમ બે મેચ ડ્રો રહ્યાં હતા. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું અને કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઇરફાનને નવો બોલ આપ્યો. પ્રથમ ત્રણ બોલ પર કોઈ રન ન બન્યો. ચોથા બોલ પર સલમાન બટ્ટને છોડીને બોલ બહાર જઈ રહ્યો હતો. બોલ બટ્ટના બેટના કિનારાને અડ્યો અને પ્રથમ સ્લિપમાં ઉભેલા રાહુલ દ્રવિડે કેચ ઝડપી લીધો હતો. 
ત્યારબાદ બેટિંગ કરવા આવ્યો યૂનુસ ખાન. બોલ સ્વિંગ થઈને અંદર આવ્યો. યૂનુસ ખાન એલબી આઉટ થયો હતો. પછી મોહમ્મદ યૂસુફને પઠાણે બોલ્ડ કર્યો હતો. ઇરફાન, હરભજન સિંહ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક લેનારો બીજો બોલર બની ગયો હતો. પરંતુ આ મેચમાં ભારતનો પરાજય થયો અને ટીમ શ્રેણી 1-0થી હારી ગઈ હતી. 


આવું રહ્યું કેરિયર
ડિસેમ્બર 2003માં ઇરફાન પઠાણે 19 વર્ષની ઉંમરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ઓવલમાં પોતાના ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે 150 રન આપીને એક વિકેટ લીધી હતી. ઇરફાનના નામે 29 ટેસ્ટમાં 100 વિકેટ અને 1105 રન પણ બનાવ્યા હતા. ઇરફાને 120 વનડે મેચોમાં 173 વિકેટ લીધી હતી અને 23.39ની એવરેજથી 1544 રન પણ બનાવ્યા હતા. આ સિવાય તેણે 24 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 28 વિકેટ ઝડપી હતી.