હૈદરાબાદઃ વિરાટની આગેવાનીમાં આજે બેંગલોરનો હૈદરાબાદ સામેનો મુકાબલો કરો યા મરોનો રહેશે. બેંગલોરે બાકીની તમામ મેચ જીતવાની રહેશે અને તેની સાથે અન્ય ટીમોના પરિણામ પર આશા રાખવી પડશે. બેંગલોરના 9 મેચમાં 6 અંક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે હૈદરાબાદ સામેની મેચ પહેલા વિરાટની ટીમ હૈદરાબાદમાં પોતાની ટીમના સભ્યની ઘરે પહોંચી. મહત્વનું છે કે બેંગલોરની ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું હૈદરાબાદમાં ઘર છે. વિરાટ કોહલી સાથે ટીમના અન્ય ખેલાડીઓ પણ સિરાજના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેણે ટીમની સાથે બિરયાનીનો આનંદ માણ્યો. 


જ્યારે વિરાટની ટીમ સાંજે સિરાજના ઘરે પહોંચી તો તેને ડિનરમાં સ્ટોન બીફ, કોરમા,ખૂબનીનું મેરથા અને બિરયાની પિરસવામાં આવી. વિરાટે પોતાના સાથીઓની સાથે મુંબઈ અને કોલકત્તાનો મેચ નિહાળ્યો. 



મોહમ્મદ સિરાજના પિતા ઓટો ચાલક છે. તેના ઘરે વિરાટની તસ્વીર લાગેલી છે. સિરાજના પિતા વિરાટને મળીને ખુશ જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈપીએલની હરાજીમાં સિરાજને બે કરોડ 60 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેની બેસ પ્રાઇસ 1 કરોડ હતી. 



મોહમ્મદ સિરાજ આ આઈપીએલમાં 6 મેચમાં માત્ર ચાર વિકેટ ઝડપી શક્યો છે. તેની ઈકોનોમી રેટ 9.22 છે જ્યારે એવરેજ 50.75ની છે. ગત મેચમાં ડેથ ઓવર્સમાં સિરાજે પ્રભાવિત કર્યા હતા. હૈદરાબાદ સામેની મેચમાં બેંગલોરની ટીમ ભલે મજબૂત ન જણાતી હોય પરંતુ વિરાટ અને ડિવિલિયર્સની બેટિંગ મુશ્કેલી ઉભી કરી શકે છે. ભુવનેશ્વરની વાપસીથી હૈદરાબાદનું આક્રમણ મજબૂત થયું છે.