Tokyo Olympics: કુશ્તીમાં મોટો ઝટકો, વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર, દીપક પૂનિયા પણ હાર્યો
મેડલની પ્રબળ દાવેદાર વિનેશ ફોગાટ મહિલાઓના 53 કિલોગ્રામ વર્ગની બ્રોન્ઝ મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. બેલારૂસની વેનેસા કાલાદજિન્સકાયાએ અગાઉ તેને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર કરી હતી અને આજે સેમી ફાઈનલમાં તે હારી જતા હવે વિનેશ બ્રોન્ઝ મેડલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ.
નવી દિલ્હી: મેડલની પ્રબળ દાવેદાર વિનેશ ફોગાટ મહિલાઓના 53 કિલોગ્રામ વર્ગની બ્રોન્ઝ મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. બેલારૂસની વેનેસા કાલાદજિન્સકાયાએ અગાઉ તેને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર કરી હતી અને આજે સેમી ફાઈનલમાં તે હારી જતા હવે વિનેશ બ્રોન્ઝ મેડલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ.
રેપચેજમાં હતી તક
હરિયાણાની વિનેશ ફોગાટ પહેલી મેચ જીત્યા બાદ માકુહારી મેસે હોલના મેટ બી પર થયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં બે વારની વિશ્વ ચેમ્પિયન બેલારૂસની વેનેસા કાલાદજિન્સકાયા સામે 3-9થી હારી ગઈ. વેનેસા જો ફાઈનલમાં પહોંચત તો વિનેશને રેપચેજમાં રમવાની તક મળત અને તે રેપચેજની બે મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીતી શકે તેમ હતી. પણ વેનેસા સેમી ફાઈનલમાં હારી જતા વિનેશને બ્રોન્ઝ માટે રેપચેજ રાઉન્ડમાં જવાની તક મળી નહીં. આ સાથે જ વિનેશ ફોગાટનું ઓલિમ્પિક અભિયાન એક વધુ હ્રદય તોડનારી હાર સાથે ખતમ થયું. વેનેસાને સેમીફાઈનલમાં ચીની પહેલવાને હરાવી.
Tokyo Olympics: રવિ કુમાર દહિયાએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ફાઇનલમાં થયો પરાજય
શરૂઆત હતી શાનદાર
આજે એટલે કે પાંચ ઓગસ્ટના રોજ વિનેશે પોતાની ઓલિમ્પિક સફરની શાનદાર શરૂઆત કરી હતી. રાઉન્ડ ઓફ 8 મુકાબલામાં તેણે સ્વીડનની સોફિયા મેગડાલેના મેટસનને 7-1થી હરાવી દીધી હતી. 2016ની રિયો ઓલિમ્પિકમાં વિનેશ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકી નહતી. ત્યારે બાઉટ દરમિયાન તેનું ઘૂંટણ ફ્રેક્ચર થયું હતું અને તેણે મેટથી પાછા ફરવું પડ્યું હતું. આ વખતે તેણે ખુબ તૈયારીઓ કરી હતી. પરંતુ મેડલ માટે હવે 2024 પેરિસ ઓલિમ્પિકની રાહ જોવી પડશે.
Tokyo Olympics: હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત, 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ
અંશુની સફર પણ ખતમ
ચાર ઓગસ્ટમાં ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ ભારતની અન્ય એક મહિલા પહેલવાન અંશુ મલિકને ભાગ્યનો સાથ મળ્યો હતો. કારણ કે તેને રેપચેજ હેઠળ ફરી તક મળી પરંતુ સવાર સવારમાં તે પોતાનો રેપચેજ-1 મુકાબલો હારી ગઈ. જો કે મહાબલી બજરંગ પૂનિયાએ હજુ પોતાની સફર શરૂ કરી નથી. તે છ ઓગસ્ટના રોજ પહેલો બાઉટ ખેલશે.
દીપક પૂનિયા પણ હાર્યો
ભારતીય પહેલવાન દીપક પૂનિયાએ સારી શરૂઆત કરવા છતાં અંતિમ પળોમાં કરેલી ભૂલો ભારે પડી ગઈ. શરૂઆતમાં તેણે બે અંક મેળવ્યા. સેન મારિનોના પહેલવાન માઈલ્સ અમીને પણ ત્યારબાદ એક અંક મેળવ્યો. પહેલા રાઉન્ડ બાદ પૂનિયા 2-1થી આગળ હતો. પણ છેલ્લી કેટલીક સેકન્ડમાં સેમ મારિયોના માઈલ્સ અમીને અંકો મેળવી લીડ લઈ લીધી. ભારતીય કોચે અમ્પાયરના રેફરીને પડકાર આપ્યો પણ તેઓ હારી ગયા. આ સાથે જ સેન મારિનોએ એક વધુ પદક જીત્યો. માઈલ્સ અમીન-4 અને દીપક પૂનિયાનો સ્કોર હતો 2.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube