એંટવર્પઃ ભારતની પુરૂષ હોકી (INDIAN MEN HOCKEY TEAM) ટીમે શનિવારે અહીં રમાયેલા એકતરફા મુકાબલામાં સ્પેનને 6-1ના વિશાળ અંતરથી પરાજય આપ્યો હતો. પ્રથમ મેચમાં બેલ્જિયમને 2-0થી પરાજય આપનારી ભારતીય ટીમે બીજી મેચમાં પણ પોતાના વિજય અભિયાનને જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમ યૂરોપિયન પ્રવાસમાં બેલ્જિયમની સાથે ત્રણ અને સ્પેનની સાથે બે મેચ રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા. મનપ્રીત સિંહ, મનદીપ સિંહ, નીલકાંત શર્મા, રૂપિંદર સિંહે એક-એક ગોલ કર્યાં હતા. પ્રથમ ક્વાર્ટર ગોલરહિત રહ્યાં બાદ મનપ્રીતે 24મી મિનિટમાં ભારતનું ખાતું ખોલ્યું અને ચાર મિનિટ બાદ 28મી મિનિટે પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીતે ગોલ કરીને ભારતનો સ્કોર 2-0 કરી દીધો હતો. 


બીજુ ક્વાર્ટર પૂરુ થવાનું હતું તો સ્પેને પોતાનું ખાતું ખોલી સ્કોર 2-1 કરી લીધો હતો. ભારતે ત્યારબાદ સ્પેનને ગોલ કરવાની તક ન આપી. હરમનપ્રીતે 32મી મિનિટમાં ભારત માટે ત્રીજો ગોલ કર્યો અને સ્પેનને એકવાર ફરી દબાવમાં લાવી દીધું હતું. ત્રીજો ક્વાર્ટર પૂરુ થવાની નજીક હતું અને ત્યારે નીલકાંતે ભારત માટે ચોથો ગોલ કરીને સ્કોર 4-1 કરી દીધો હતો. 

વિશ્વકપ સેમિફાઇનલમાં ધોની આઉટ થયો તો હું રડવા લાગ્યો હતો, આ ખેલાડીએ કર્યો ખુલાસો


ભારતે છેલ્લા ક્વાર્ટરમાં પણ ગોલ કરવાની તક ન ગુમાવી. 56મી મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું જેને મનદીપે ગોલમાં ફેરવીને ભારત માટે પાંચમો ગોલ કર્યો હતો. છેલ્લી મિનિટોમાં રૂપિંદરે ભારત માટે છઠ્ઠો ગોલ કર્યો હતો.