Ben stokes: ઇંગ્લેંડના કેપ્ટને મેદાનમાં મચાવી ધમાલ, 1 ઓવરમાં 34 રન અને ઇનિંગ્સમાં 17 સિક્સર ફટકારી
બેન સ્ટોક્સ આખરે 88 બોલમાં 161 રન બનાવીને આઉટ થયો. સ્ટોક્સે પોતાની ઈનિંગ્સમાં 17 સિક્સ અને 8 ચોક્કા ફટકાર્યા. સ્ટોક્સની આક્રમક ઈનિંગ્સની મદદથી ડરહમે 580/6 પર ઈનિંગ્સ પૂરી જાહેર કરી હતી.
નવી દિલ્લી: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ મળવાની ઉજવણી શાનદાર અંદાજમાં કરી છે. સ્ટોક્સે વોસ્ટશાયર સામે કાઉન્ટી ચેમ્પિયનશીપ ડિવિઝન-2માં ડરહમ માટે રમતાં માત્ર 64 બોલમાં સદી ફટકારી દીધી. આ દરમિયાન તેણે ડાબા હાથના સ્પિનર જોસ બેકરની એક ઓવરમાં 34 રન બનાવીને સદીને સ્પર્શ કર્યો. બેકરની તે ઓવરના છેલ્લા બોલે બોલ બાઉન્ડ્રી રોપની પહેલા પડ્યો. જેના કારણે બેન સ્ટોક્સ એક ઓવરમાં 6 સિક્સ ફટકારવાથી ચૂકી ગયો.
સ્ટોક્સ રેકોર્ડ બનાવવાથી ચૂક્યો:
આ ઘટના ઈનિંગ્સની 117મી ઓવરમાં બની. તે સમયે બેન સ્ટોક્સ 59 બોલમાં 70 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. અને તેણે સ્પિન બોલરની ઓવરમાં પાંચ સિક્સ ફટકારી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube