નવી દિલ્હીઃ બેન સ્ટોક્સ અને ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમને પાછલા સપ્તાહે મોટો ઝટકો લાગ્યો, જ્યારે માન્ચેસ્ટરમાં ચોથી એશિઝ ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડનું એશિઝ જીતવાનું સપનું રોળાયું, જેમાં પહેલાથી ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ હતું. આ વરસાદ સ્ટોક્સ એન્ડ કંપની માટે ઝટકો હતો, કારણ કે ઈંગ્લેન્ડની ટીમ માન્ચેસ્ટર ટેસ્ટમાં આગળ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ટી20 વિશ્વકપ ફાઈનલ  મેચમાં વિજયી પ્રદર્શન કર્યા બાદ વનડેમાં સ્ટોક્સની સંભવિત વાપસી પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સ્ટોક્સે ખુદ તે વાતની પુષ્ટિ કરવાનો ઇનકાર કરી દીધો હતો કે તે યૂ-ટર્ન લેશે, પરંતુ સંભાવનાથી ઇનકાર કરી દીધો હતો. 


સ્ટોક્સે પાછલા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, કોણ જાણે છે કે હું તે સમયે વિશ્વકપ પ્રત્યે કેવો અનુભવ કરી શકુ છું. વિશ્વકપમાં જવું, પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવુ એક અદ્ભુત વાત છે. પરંતુ આ સમયે હું તેના વિશે વિચારી રહ્યો નથી. 


આ પણ વાંચોઃ IPL 2024 માં આ પાકિસ્તાની ફાસ્ટ બોલરની થશે એન્ટ્રી! ખેલાડીએ કરી લીધી તૈયારી


પરંતુ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટને હવે પોતાનું મન બનાવી લીધુ છે, તેણે આ વાતની પુષ્ટિ કરી છે કે તે વનડે ફોર્મેટમાંથી નિવૃત્ત છે, એશિઝ સિરીઝ બાદ બ્રેક લેવાનો છે. આઈસીસીએ સ્ટોક્સના હવાલાથી કહ્યું- હું નિવૃત્તિ લઈ ચુક્યો છું. હું અંતિમ એશિઝ ટેસ્ટ બાદ રજા પર જઈ રહ્યો છું અને મેં બસ આટલે દૂર સુધી જ વિચાર્યું છે. 


આ વર્ષે સ્ટોક્સને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ દરમિયાન ઘુંટણમાં પણ ઈજા થઈ અને તે આઈપીએલમાં ચેન્નઈ તરફથી માત્ર બે મેચ રમી શક્યો હતો. તેણે અત્યાર સુધી ટેસ્ટ સિરીઝમાં પણ ઓછી બોલિંગ કરી છે. સ્ટોક્સની વાત પરથી લાગી રહ્યું છે કે તે વનડે ક્રિકેટમાં વાપસી કરવાના મૂડમાં નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube