કપિલ દેવ અને ગૈરી સોબર્સની ક્લબમાં સામેલ થયો બેન સ્ટોક્સ, મેળવી ખાસ સિદ્ધિ
સ્ટોક્સ પહેલા આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ, ઈંગ્લેન્ડના ઇયાન બોથમ, ભારતના કપિલ દેવ, આફ્રિકાના જેક કાલિક અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટોરીનું નામ સામેલ છે.
લંડનઃ ઈંગ્લેન્ડના કાર્યકારી કેપ્ટન બેન સ્ટોક્સે પોતાના ખાતામાં વધુ એક રેકોર્ડ જોડી લીધો છે. તે રમતના આ લાંબા ફોર્મેટમાં ઝડપથી 150 વિકેટ અને 4000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે.
સ્ટોક્સે આ સિદ્ધિ ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હાસિલ કરી છે. એઝેસ બાઉલમાં સ્ટોક્સે ચાર વિકેટ લઈને વિન્ડીઝને પ્રથમ ઈનિંગમાં 318 રને સમેટી દીધું હતું.
સ્ટોક્સની ત્રીજી વિકેટ અલ્જારી જોસેફની હતી અને આ તેની 150મી ટેસ્ટ વિકેટ પણ રહી. તે ટેસ્ટ ક્રિકેટમાં 150 વિકેટ અને 4000 રન બનાવવાની બેવડી સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ક્રિકેટર બની ગયો છે.
સ્ટોક્સ પહેલા આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્, ઈંગ્લેન્ડના ઇયાન બોથમ, ભારતના કપિલ દેવ, આફ્રિકાના જેક કાલિક અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટોરીનું નામ સામેલ છે.
સ્ટોક્સ આમ સૌથી ઝડપી કરનાર બીજો ખેલાડી છે. તેનાથી ઝડપી આ સિદ્ધિ સોબર્સે હાસિલ કરી હતી. સોબર્સે 63 ટેસ્ટ મેચોમાં આ ઉપલબ્ધિ મેળવી જ્યારે સ્ટોક્સે 64મી ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ મેળવી છે.
અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયામાં બે સપ્તાહ માટે હોટલમાં બંધ રહે ટીમ ઈન્ડિયાઃ ગાંગુલી
મહત્વનું છે કે સાઉથેમ્પ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 284/8 રન બનાવ્યા, ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે વિન્ડીઝ પર 170 ગનની લીડ મેળવી લીધી છે. માર્ક વુડ (1) અને જોફ્રા આર્ચર (5) ક્રીઝ પર છે. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડે 204 રન બનાવ્યા હતા, જ્યારે વિન્ડીઝે 318 રનનો સ્કોર બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જાક ક્રાઉલી (76) ડોમ સિબલે (50), કેપ્ટન બેન સ્ટોક્સ (46) સિવાય રોરી બર્ન્સ (42) મોટી ઈનિંગ ન રમી શક્યા. વેસ્ટ ઈન્ડિઝના બોલર યજમાન બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યાં હતા. શેનોન ગૈબ્રિયલે , રોસ્ટન ચેસ તથા જોસેફે 2-2 વિકેટ ઝડપી, જ્યારે કેપ્ટન હોલ્ડરને એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube