પૂર્વ પેસર ડોમિનિક કોર્ક બોલ્યા- બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડના મહાન ખેલાડીઓમાંથી એક બનશે
પૂર્વ અંગ્રેજ ફાસ્ટ બોલર ડોમિનિક કોર્કે કહ્યુ કે બેન સ્ટોક્સ સતત પોતાની રમતને લઈને વધુ મહેનત કરી રહ્યો છે. તેમણે કહ્યુ કે, તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ જ નહીં પરંતુ ઈંગ્લેન્ડના જેટલા પણ બેસ્ટ ક્રિકેટર થયા, તેમાંથી એક બનશે.
માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ડોમિનિક કોર્ક (Dominic Cork) માને છે કે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) દેશના મહાન ક્રિકેટરોમાંથી એક બનશે. પાછલા વર્ષે ઈંગ્લેન્ડની વિશ્વ કપ જીતના નાયક રહેલા સ્ટોક્સે અહીં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં 176 રનની શાનદાર ઈનિંગ રમી જેથી ટીમે 9 વિકેટ પર 469 રનના મજબૂત સ્કોર પર પોતાની પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતી.
કોર્કે સ્કાઈ સ્પોર્ટસના શો, ધ ક્રિકેટ ડિબેટમાં કહ્યુ, મારૂ સાચુ માનવુ છે કે તે (સ્ટોક્સ) પોતાના રમવાની રીતને સારી બનાવી શકે છે. તે બેટિંગ કરવા ઈચ્છે છે, બોલિંગ કરવા ઈચ્છે છે, પોતાની રમત પર કામ કરવા ઈચ્છે છે અને સતત સુધાર કરવા ઈચ્છે છે.
આ દિવસે થશે ટી20 વિશ્વકપ પર નિર્ણય, IPLની આશા યથાવત
તેમણે કહ્યુ, હું જાણુ છું કે તે પોતાની બોલિંગ પર પણ ઘણી મહેનત કરે છે. મને આ ખેલાડીને જોઈને લાગે છે કે તે દુનિયાના સર્વશ્રેષ્ઠ જ નહીં પરંતુ આપણી પાસે જેટલા પણ સર્વશ્રેષ્ઠ ખેલાડી થયા છે, તેમાંથી એક બનશે.
48 વર્ષના આ પૂર્વ ફાસ્ટ બોલરને લાગે છે કે ત્રણ વર્ષ પહેલા બ્રિસ્ટલ બારમાં લડાઈની ઘટના બાદ આ વિશ્વ કપ નાયક માટે વસ્તુ સારી થઈ છે. પાછલા વર્ષે સ્ટોક્સે ખુદ કહ્યુ હતુ કે, તે ઘટના અને તેની સાથે જોડાયેલા મામલા સૌથી સારી શીખ રહી જેને કારણે તેના કરિયરના 15 મહિના ખરાબ થયા અને ત્યારબાદ તે ખુદને સારો બનાવવામાં સફળ રહ્યો છે.
B'day Special: વિશ્વકપ 1983નો તે હીરો, જેને ક્યારેય તેની રમતનો શ્રેય ન મળ્યો
રવિ બોપારા પણ પ્રભાવિત
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન રવિ બોપારાએ પણ સ્ટોક્સના વલણમાં શાનદાર ફેરફારની વાત કરી છે. તેણે કહ્યુ, મને લાગે છે કે બેનમાં ચોક્કસપણે ફેરફાર થયો છે. તેણે ભૂલ કરી અને તેમાંથી ઘણું શીખ્યો. હવે તે મજબૂત ક્રિકેટર લાગે છે.
બોપારાએ કહ્યુ, તે આક્રમક વ્યક્તિત્વ વાળો છે અને હંમેશાથી રહ્યો છે. ત્યાં સુધી કે તે હોટલના રૂમમાં પ્લે-સ્ટેશનમાં પણ રમતો હોય તો પણ તેવો લાગે છે. પરંતુ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે તેની ખુબ મહત્વની ભૂમિકા છે, તે બોલ અને બેટથી પ્રભાવ પાડી રહ્યો છે. ઈંગ્લેન્ડ માટે મેચ જીતાવી રહ્યો છે અને હવે ઈંગ્લેન્ડે તેને પોતાના મુખ્ય ખેલાડીના રૂપમાં જોવાનું શરૂ કરી દીધું છે, ત્યારથી તેના વલણમાં પણ ફેરફાર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube