પ્રો કબડ્ડીઃ દબંગ દિલ્હી પ્રથમવાર ફાઇનલમાં, બેંગલુરૂ બુલ્સને 44-38થી હરાવ્યું
અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં રમાયેલી વીવો પ્રો કબડ્ડી-2019ની પ્રથમ સેમિફાઇનલમાં દબંગ દિલ્હીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
અમદાવાદઃ પ્રો-કબડ્ડીના પ્રથમ સેમિફાઇનલ મુકાબલામાં દબંગ દિલ્હીએ બેંગલુરૂ બુલ્સને 44-38થી હરાવતી ફાઇનલમાં જગ્યા બનાવી છે. દિલ્હીની ટીમ પ્રો કબડ્ડી ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે. બીજીતરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સની ટીમની સફર સેમિફાઇનલમાં પૂરી થઈ ગઈ છે.
પ્રથમ હાફ બાદ દબંગ દિલ્હીએ 26-18થી લીડ બનાવી હતી. દબંગ દિલ્હીએ મેચની શાનદાર શરૂઆત કરી અને માત્ર ચોથી મિનિટમાં બેંગલુરૂ બુલ્સને ઓલઆઉટ કરી દીધું હતું. બુલ્સની ટીમે પવન સેહરાવતના દમ પર મેચમાં વાપસી કરી અને તેણે સુપર રેડ કરીને પોઈન્ટનું અંતર ઘટાડ્યું હતું. દિલ્હીની ટીમે એકવાર ફરી પવનને આઉટ કર્યો અને પોતાને ઓલઆઉટથી બચાવી હતી.
દિલ્હીએ પોતાનો દબદબો બનાવ્યો અને મેચની 13મી મિનિટમાં બુલ્સને બીજીવાર ઓલઆઉટ કર્યું હતું. નવીને પોતાનું ફોર્મ જાળવી રાખ્યું અને 14મી મિનિટમાં સીઝનનું 21મુ અને સતત 20મુ સુપર 10 પૂરુ કર્યું હતું. આખરે બુલ્સના ડિફેન્સે 16મી મિનિટમાં નવીન કુમારને આઉટ કરતા ડિફેન્સમાં પહેલો પોઈન્ટ હાસિલ કર્યો હતો. નવીનને સૌરભ નંદલે સુપર ટેકલ કરીને આઉટ કર્યો હતો.
ડેનમાર્ક ઓપનઃ પ્રથમ રાઉન્ડમાં હારી સાઇના, સમીર વર્મા જીત્યો
બીજા હાફની શરૂઆત બુલ્સે સારી કરી પહેલા તેણે નવીનને સુપર ટેકલથઈ આઉટ કર્યો અને પછી પવને અનિલને આઉટ કરતા પોતાનું સુપર 10 પૂરુ કર્યું હતું. આ સિવાય નવીન સતત ડૂ ઓર ડાઈ રેડમાં આઉટ થતો રહ્યો પરંતુ દિલ્હીની ટીમે ખુદને સતત ઓલઆઉટથી બચાવી અને ડિફેન્સમાં પવનને ઘણીવાર આઉટ કર્યો હતો.
દિલ્હીએ સૌથી ખાસ કામ કર્યું કે, તેણે નવીનને સતત રિવાઇવ કરાવ્યો હતો. પરંતુ બુલ્સની ટીમ પવનને ઝડપથી રિવાઇવ ન કરાવી શકી. દિલ્હીએ 39મી મિનિટમાં ત્રીજીવાર બુલ્સને ઓલઆઉટ કર્યું અને ટીમની લીડને વધુ મજબૂત કરી હતી. પવન સતત પોઈન્ટ લીધા અને ટીમને વાપસી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતમાં દિલ્હીની ટીમ ઈતિહાસ રચતા પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.