બર્લિનઃ બર્લિન 2023માં યોજાનારી વિશ્વ આર્ચરી ચેમ્પિયનશિપની યજમાની કરશે. જ્યારે તે વર્ષે રમાનારી આર્ચરી પેરા ચેમ્પિયનશિપનું આયોજન ચેક ગણરાજ્યના શહેર પિલ્સનમાં થશે. હોલેન્ડના શહેર એસ-હટરેજેનબોસમાં વિશ્વ આર્ચરી કાર્યકારી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટના માધ્યમથી ખેલાડી 2024 પેરિસ ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય બેઠકમાં તે પણ નિર્ણય લેવામાં આવ્યો કે ભવિષ્યમાં યોજાનારી આર્ચરી વિશ્વકપના આગામી સ્ટેજ પેરિસ, સંઘાઈ અને ગ્વાંટેમાલામાં આયોજીત થસે. ફ્રાન્સની રાજધાનીમાં 2021 થી 2023 જ્યારે સંઘાઈમાં 2020 થી 2024 અને ગ્વાંટેમાલા સિટીમાં 2020માં યોજાનારા વિશ્વકપના આગામી સ્ટેજનું આયોજન થશે. 


વિશ્વ આર્ચરીના અધ્યક્ષ ઉગુર ઈર્ડેનરે કહ્યું, આગામી ઓલિમ્પિક સાઇકલમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે મજબૂત યજમાનીની પસંદગી કરવાથી આર્ચરી યૂરોપમાં રમાનારી ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોનો લાભ ઉઠાવી શકે છે. લંડન બાદ યૂરોપના કોઈ શહેરમાં પ્રથમવાર ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. બર્લિને 1979માં વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરી હતી.