માનચેસ્ટરઃ ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર રવિવારે પાક વિરુદ્ધ હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાની જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ઈજાને કારણે ભુવી આગામી 2 કે 3 મેચોમાં રમશે નહીં. તેના સ્થાને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આગામી મેચોમાં ટીમમાં રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુવનેશ્વરની ઈજાની ગંભીરતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે, તે પોતાની ત્રીજી ઓવર પણ પૂરી કરી શક્યો નહતો. તેના બાકી બે બોલ શંકરે ફેંક્યા હતા. બાદમાં રિપોર્ટ આવ્યો કે ભુવનેશ્વર હવે બીજીવાર મેદાનમાં બોલિંગ કરી શકશે નહીં. 


ધવન બાદ ટીમને બીજું મોટુ નુકસાન
મેચ બાદ કોહલીએ કહ્યું, 'ભુવનેશ્વરનું બોલિંગ દરમિયાન એક ફુટમાર્ક પર લપસી ગયો. તે બે-ત્રણ મેચ માટે બહાર છે, પરંતુ તે આ ટૂર્નામેન્ટમાં ફરી ટીમ સાથે જોડાશે. તે અમારા માટે મહત્વનો બોલર છે. કોહલીએ કહ્યું કે, શમી ટીમમાં જગ્યા બનાવવા માટે ઉત્સાહિત છે.' ભારતના આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન (22 જૂન), વેસ્ટ ઈન્ડિઝ (22 જૂન) અને ઈંગ્લેન્ડ (30 જૂન) વિરુદ્ધ છે. તેવામાં ટીમ ઈન્ડિયાને આ બીજું નુકસાન છે. શિખર ધવન પહેલા અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે બહાર છે. 



World cup 2019: વિશ્વકપની અત્યાર સુધી 22 મેચ પૂરી, જાણો શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ


મેચ જીતવામાં પૂરી ટીમનું યોગદાનઃ કોહલી 
કોહલીએ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની પ્રશંસા કરતા કહ્યું કે, તેનું પ્રદર્શન ફરી એકવાર શાનદાર રહ્યું. કેએલ રાહુલનો તેને સારો સાથ મળ્યો. તેણે દેખાડ્યું કે, તે કેમ વનડેનો સારો ખેલાડી છે. 336ના સ્કોર સુધી પહોંચાડવામાં ટીમનું યોગદાન રહ્યું. કોહલીએ કુલદીપના ફોર્મમાં પરત ફરવા પર પણ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, કુલદીપ શાનદાર હતો. બાબર આઝમ અને ફખર જમાન તેની ઓવર કાઢવાના પ્રયત્ન કરી રહ્યાં હતા. પરંતુ હું ઈચ્છતો હતો કે તે લાંબો સ્પેલ કરે. જે બોલ પર બાબર આઉટ થયો તે લાજવાબ હતી. મને લાગે છે કે આ વિશ્વકપમાં તેની સૌથી સારી બોલિંગ છે.