ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે એક શોમાં ટીમ ઈન્ડિયાના 'ફેંકુ' ખેલાડીના નામનો ખુલાસો કર્યો છે. ભુવીએ ડ્રેસિંગ રૂમના રહસ્યોનો ઘટસ્ફોટ કરતા કહ્યું કે રવિન્દ્ર જાડેજા માણસની સમજની પણ બહાર હોય એ હદ સુધી જુઠ્ઠુ બોલી શકે છે. અનેકવાર જાડેજા આવું સમજી વિચારીને કરે છે પરંતુ ક્યારેક તો તે સ્વાભાવિક રીતે જ નીકળી જાય છે. જો કે યુવીએ એમ પણ કહ્યું કે જ્યારે કોહલી આજુબાજુ હોય ત્યારે જાડેજા પોતાની જાત પર કાબુ રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુવનેશ્વર કુમાર આગળ જણાવે છે કે જ્યારે પણ કોઈ સાથી ખોટુ બોલે છે ત્યારે કોહલી તેની મજાક કરવાનું શરૂ કરી દે છે. કોહલી જાણે છે કે જાડેજા મોટાભાગે ખોટુ બોલતો હોય છે. આ જ કારણે જ્યારે પણ તેને એ વાતનો આભાસ થાય છે ત્યારે તે જડ્ડુની ટાંગખીચાઈની એક પણ તક જવા દેતો નથી.


રવિન્દ્ર જાડેજા 35 ટેસ્ટની 67 ઈનિંગમાં 165 વિકેટ લઈ ચૂક્યો છે. આ દરમિયાન તેણે 9 વાર 5 કે તેનાથી વધુ વિકેટ લીધી છે. જો 136 વનડે મેચોની વાત કરીએ તો તેણે 155 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનું સૌથી સારું પ્રદર્શન 36 રનમાં 5 વિકેટનું હતું. જ્યારે 40 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં જાડેજા 31 વિકેટ લઈ ચૂક્યો છે. આ ખેલાડીએ 211 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 3206 રન પણ બનાવ્યાં છે.