કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, નેટ પ્રેક્ટિસમાં ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી
IND vs SA Capetown Test: સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં રમાનાર બીજી અને અંતિમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત થઈ ગયો છે.
નવી દિલ્હીઃ Shardul Thakur Injured: ભારતીય ટીમને કેપટાઉન ટેસ્ટ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર નેટ પર બેટિંગ કરવા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. એવી સંભાવના છે કે તે 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં શરૂ થનાર બીજી ટેસ્ટમાં રમી શકશે નહીં. પરંતુ તેની ઈજાની ગંભીરતા સ્કેન બાદ ખબર પડશે. આ સમયે તેની પુષ્ટિ થઈ શકી નથી કે શાર્દુલની ઈજા કેટલી ગંભીર છે.
ડાબા ખભામાં થઈ ઈજા
શાર્દુલ ઠાકુર થ્રોડાઉન નેટમાં સૌથી પહેલા પહોંચ્યો જ્યારે તે બેટિંગ કોચ વિક્રમ રાઠોડથી થ્રોડાઉનથી બોલનો સામનો કરી રહ્યો હતો, ત્યારે બોલ તેના ખભામાં વાગ્યો હતો. તે નેટ સેશન શરૂ થયાના 15 મિનિટ બાદ થયું. શાર્દુલ શોર્ટ બોલનો બચાવ કરી શક્યો નહીં. જેમ પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગ દરમિયાન થયું હતું. શાર્દુલ શોર્ટ બોલનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચોઃ વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ ખેલાડીને આપવામાં આવી શકે છે કમાન?
બીજીવાર પ્રેક્ટિસ કરવા ન આવ્યો
બેટિંગ પૂરી થયા બાદ શાર્દુલે ખભા પર આઈસ પેક લગાવ્યું હતું. પરંતુ ત્યારબાદ તે નેટ પર ઉતર્યો નહીં. નોંધનીય છે કે પ્રથમ ટેસ્ટમાં શાર્દુલ ઠાકુર ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. બોલિંગમાં તેને માત્ર એક વિકેટ મળી હતી, જ્યારે બેટિંગમાં પણ બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો. શાર્દુલે બોલિંગમાં 19 ઓવરમાં 100થી વધુ રન આપી દીધા હતા.
સિરીઝમાં 1-0થી પાછળ છે ભારત
બે મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી પાછળ છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ઈનિંગ અને 32 રનથી કારમો પરાજય થયો હતો. હવે બંને ટીમ ન્યૂ યર ટેસ્ટમાં 3 જાન્યુઆરીથી ટકરાશે. આ મેચ કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમ આફ્રિકા સામે કેપટાઉનમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારતીય ટીમે અહીં છ મેચ રમી છે, જેમાં તેને 4 મેચમાં હાર મળી છે, જ્યારે બે ટેસ્ટ ડ્રો રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube