ગાલે: શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને ગાલે ટેસ્ટમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 39 રનથી કારમો પરાજય આપ્યો. આ જીતની સાથે જ શ્રીલંકાની ટીમે બે ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝને 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી. ટીમની આ જીતમાં સ્ટાર બેટ્સમેન દિનેશ ચાંદીમલનો મહત્વનો ફાળો રહ્યો. ચાંદીમલે પહેલી ઈનિંગ્સમાં બેવડી સદી ફટકારતાં અણનમ 206 રન બનાવ્યા. જેમાં 16 ફોર અને પાંચ સિક્સ રહી. ચાંદીમલની ટેસ્ટ કારકિર્દીમાં આ બીજી બેવડી સદી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિનેશ ચાંદીમલનો મોટો રેકોર્ડ:
દિનેશ ચાંદીમલની બેવડી સદીની વિશેષતા એ છે કે મેદાની અમ્પાયરે તેને બે-બે વખત આઉટ આપ્યો હતો. પરંતુ તેણે ડીઆરએસ લઈને નિર્ણય બદલી નાંખ્યો. દિનેશ ચાંદીમલે આ ઈનિંગ્સ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો. ચાંદીમલ હવે ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી બનાવનારો પહેલો શ્રીલંકાનો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. જેણે હોબાર્ટ ટેસ્ટ મેચમાં 192 રનની ઈનિંગ્સ રમી હતી.

ટીમ ઈન્ડિયાના રેકોર્ડના માર્ગમાં રિકી પોન્ટિંગ છે 'દિવાલ', રોહિત શર્મા સહિત અનેકના રેકોર્ડને લાગી લઈ છે બ્રેક


શ્રીલંકાએ પહેલા દાવમાં 554 રન બનાવ્યા:
પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 364 રનમાં સમેટાઈ ગઈ. સ્ટીવ સ્મિથે અણનમ 145 રન બનાવ્યા હતા. જેમાં કુલ 16 ફોર ફટકારી. તો માર્નસ લાબુશેને પણ 104 રનની શાનદાર ઈનિંગ્સ રમી. જેમાં 12 ચોક્કા ફટકાર્યા. શ્રીલંકા તરફથી ડેબ્યુ કરી રહેલા ડાબા હાથના સ્પિનર પ્રભાત જયસૂર્યાએ 6 વિકેટ ઝડપી. જ્યારે શ્રીલંકાએ પહેલા દાવમાં 554 રન બનાવીને 190 રનની સરસાઈ હાંસલ કરી. ટેસ્ટમાં શ્રીલંકાનો ઓસ્ટ્રેલિયા સામે આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં શ્રીલંકાએ 1992માં કોલંબો ટેસ્ટમાં 8 વિકેટે 547 રન બનાવ્યા હતા.


દિનેશ ચાંદીમલે બેવડી સદી ફટકારી:
મેચમાં દિનેશ ચાંદીમલે અણનમ 206 રન બનાવ્યા. તો કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ 86 અને કુશલ મેન્ડિસે 85 રનની શાનદાર ઈનિંગ્સ રમી. કામિંદુ મેન્ડિસે 61 રન અને એન્જેલો મેથ્યુસે 52 રનનું યોગદાન આપ્યું. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 4 અને મિશેલ સ્વેપસને 3 વિકેટ ઝડપી.

યુવકને આવતા હતા Periods! સમજતો રહ્યો મામૂલી ઇંફેક્શન, પછી સામે આવ્યું સત્ય


બીજી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની શરણાગતિ:
190 રનની સરસાઈ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સારું પ્રદર્શન કરશે તેવી આશા હતી. પરંતુ રમતના ચોથા દિવસે કાંગારુ ટીમ 151 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ. માર્નસ લાબુશેને 32 અને ઉસ્માન ખ્વાજાએ 29 રનની ઈનિંગ્સ રમી. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ બીજા દાવમાં પણ 6 વિકેટ ઝડપી. જ્યારે મહેશ તીક્ષ્ણા અને રમેશ મેન્ડિસે 1-1 વિકેટ ખેરવી.


જયસૂર્યાનું ડેબ્યુમાં શાનદાર પ્રદર્શન:
શ્રીલંકાના બોલર પ્રભાત જયસૂર્યાએ ડેબ્યુ મેચમાં 177 રન આપીને 12 વિકેટ ખેરવી. આ કોઈ ડેબ્યુ ટેસ્ટ મેચમાં કોઈ બોલરનું ચોથું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ડેબ્યુ ટેસ્ટ મેચમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ ભારતીય સ્પિનર નરેન્દ્ર હિરવાણીના નામે છે. નરેન્દ્ર હિરવાણીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 1988માં ડેબ્યુ મેચમાં 136 રન આપીને 16 વિકેટ ખેરવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube