B`day Special: આ ખેલાડીએ ભારત અને પાકિસ્તાન બંને માટે રમી ટેસ્ટ મેચ
ક્રિકેટની દુનિયામાં ઘણા ઓછા ખેલાડી એવા છે જેમણે બે દેશો માટે ક્રિકેટ રમી હોય. સામાન્ય રીતે આ પ્રકારના ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનું નામ સામે આવે છે. જેમાં સૌથી પ્રમુખ કેપલર વેસલ્સનું નામ છે
નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં ઘણા ઓછા ખેલાડી એવા છે જેમણે બે દેશો માટે ક્રિકેટ રમી હોય. સામાન્ય રીતે આ પ્રકારના ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનું નામ સામે આવે છે. જેમાં સૌથી પ્રમુખ કેપલર વેસલ્સનું નામ છે. જે પહેલા ઓસ્ટ્રેલિયા માટે રમ્યો અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા માટે રમ્યો. ઘણા ઓછા લોકો જાણે છે આ યાદીમાં એક ખેલાડી એવો પણ છે જેણે ભારત અને પાકિસ્તાન બંને માટે ટેસ્ટ મેચ રમી છે. આ નામ છે ગુલ મોહમ્મદ (Gul Mohammad). આજે (મંગળવાર) ગુલ મોહમ્મદનો જન્મદિવ છે.
આ પણ વાંચો:- બેંગલુરૂ બુલ્સે 48-45થી યૂપી યોદ્ધાને માત આપી સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન
શ્રેષ્ઠ ફીલ્ડર તરીકે વધુ જાણીતો છે ગુલ મોહમ્મદ
15 ઓક્ટોબર 1921ના લાહોરમાં જન્મેલા ગુલ મોહમ્મદે 8 વખત ભારત અને એક વખત પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. લેફ્ટ હેન્ડેડ તોફાની બેટ્સમેન રહી ચુકેલા મોહમ્મદ લેફ્ટ હેન્ડનો મીડિયમ પ્રેસર બોલર પણ હતો. પરંતુ ગુલ મોહમ્મદ તે સમયનો શ્રેષ્ઠ ફીલ્ડર તરીકે ખુબ જ જાણીતો પ્લેયર હતો. જ્યારે ભારતીય ખેલાડી ફિલ્ડિંગમાં ફીટ ન હતા. કવર્સના ક્ષેત્રે તેની ફેવરેટ ફિલ્ડિંગ પોઝીશન હતી. તે બંને હાથથી ફિલ્ડિંગ કરવામાં પારંગત હતો.
આ પણ વાંચો:- પ્રો કબ્બડી ફેનફેસ્ટમાં ‘છોગાળા’ સિંગર દર્શન રાવલે દર્શકોને ઝૂમતા કર્યા
નાની ઉંમરમાં જ ઘરેલૂ ક્રિકેટમાં કર્યો ધમાલ
17 વર્ષની ઉંમરમાં ઉત્તર ભારત તરફથી રણજી ટ્રોફીમાં ગુલે તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઉત્તર ભારત ત્રિકોણીય ટૂર્નામેન્ટમાં ગુલે હિન્દુઓની સામે મુસ્લિમ્સના માટે 95 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બે વર્ષ બાદ તેણે ભારત માટે વેસ્ટર્ન ઇન્ડિયાની સામે સદી ફટકારી હતી. ટૂંક સમયમાં, તે ઘરેલું પ્રદર્શનના આધારે લાંબા સમય સુધી ભારતીય ટીમની બહાર રહી શક્યો નહીં. લોર્ડ્સમાં રમેલી તેની પેહલી ટેસ્ટમાં તે સફળ રહ્યો નથી, પરંતુ ત્યારબાદ ફરી તેણે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી 319 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો.
આ પણ વાંચો:- પ્રો કબડ્ડી લિગ સિઝન 7: ટ્રોફી પર કબજો જમાવવા માટે છ ટીમો વચ્ચે જામશે મુકાબલો
ઓસ્ટ્રેલિયાની સામે ભારત અને પાક બંને માટે રમ્યો ટેસ્ટ મેચ
આઝાદી બાદ ગુલ લાલા અમરનાથની કેપ્ટનીમાં ભારત ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગઇ હતી. બેટિંગમાં તે 5 ટેસ્ટમાંથી માત્ર 130 બનાવી શક્યા હતા, પરંતુ તે પોતાની શાનદાર ફિલ્ડિંગથી તેણે ઘણી પ્રસંશા મેળવી હતી. ત્યારબાદ 1952-53માં પાકિસ્તાનની સામે પહેલી ટેસ્ટ સીરીઝની બે મેચમાં તેણે રમવાની તક મળી હતી.
આ પણ વાંચો:- ક્રિકેટને વિવાદોથી મુક્ત કરીશ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો મુખ્ય પ્રાથમિક્તાઃ ગાંગુલી
1995માં ગુલ પાકિસ્તાન જતો રહ્યો હતો અને 1959-57માં ઓસ્ટ્રેલિયાની સામે પાકિસ્તાન માટે તેણે એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં તે વિનિંગ શોર્ટ લગાવનાર ખેલાડી રહ્યો છે. લાહોરમાં જન્મેલા આ ખેલાડીએ 1992માં 70 વર્ષની ઉંમરમાં લીવર કેન્સરના કારણે દુનિયાને છોડી દીધી હતી.
જુઓ Live TV:-