નવી દિલ્હીઃ વિરાટ કોહલીનો આજે 32મો જન્મદિવસ છે. ICC, BCCI, સાથી ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓથી માંડીને તેના વિશાળ પ્રશંસક વર્ગે વિરાટને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન તે પોતાનો જન્મ દિવસ પત્ની અનુષ્કા સાથે ભૂટાનમાં મનાવી રહ્યો છે. વિરાટ કોહલીએ આ પ્રસંગે 15 વર્ષના 'ચીકૂ'ને એક ખાસ પત્ર લખ્યો છે. આ પત્રમાં 15 વર્ષની વિરાટ કોહલીની સફર અને જીવનમાં તેને મળેલા બોધપાઠનો ઉલ્લેખ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ પોતાના આ પત્રને ખુદના દ્વારા લખેલો 'સર્વશ્રેષ્ઠ પત્ર' જણાવ્યો છે. વિરાટ કોહલીનો આ પત્ર અત્યંત લાગણીસભર અને પ્રેરણાસ્પદ છે. વિરાટે પત્રની શરૂઆત કંઈક આવી રીતે કરી છે. "હાય ચીકૂ, સૌથી પહેલા હું તને જન્મદિવસના અભિનંદન પાઠવું છું. હું જાણું છું કે, તારા મનમાં મારા ભવિષ્ય અંગે અનેક સવાલ હશે. માફ કરજે, પરંતુ હું વધુ સવાલોના જવાબ નહીં આપી શકું. તમને જ્યારે હવે પછીની સરપ્રાઈઝ અંગે ખબર હોતી નથી તે વધુ રસપ્રદ બની જાય છે. દરેક પડકાર રોમાંચક હોય છે. દરેક લક્ષ્ય શીખવાની તક આપે છે. તું કદાચ આજે એ વાત નહીં સમજી શકે, પરંતુ આ એક મંઝિલ કરતાં વધુ સફર અંગે જણાવે છે."


વિરાટે આગળ લખ્યું છે, "હું તને જણાવીશ કે જિંદગીએ વિરાટ માટે કઈ મોટી વસ્તુઓ સાચવીને રાખી હતી. તારે સફરમાં આવનારી દરેક તક માટે તૈયાર રહેવું પડશે. જ્યારે પણ તક આવશે ત્યારે તેને ઝડપી લેવાની રહેશે. કોઈ પણ વસ્તુને હળવાશથી લેવી નહીં. તું નિષ્ફળ થઈશ. તારી જાતને વચનઆપ કે તું આગળ વધવા નહીં માગે. જો તું નિષ્ફળ થાય છે તો ફરીથી પ્રયાસ કરીશ."


B'day Special: વિરાટ તોડી શકે છે આગામી એક વર્ષમાં આ રેકોર્ડ, સચિન કરતાં આટલું છે અંતર


વિરાટે આગળ લખ્યું, "તને ઘણા બધા લોકો પ્રેમ કરશે, કેટલાક લોકો તને પસંદ નહીં પણ કરે. તેમાંથી કેટલાક એવા પણ હશે, જે તને જાણતા પણ નહીં હોય. તેમની ચિંતા કરવી નહીં. ખુદ પર વિશ્વાસ રાખવો. હું જાણું છું કે, આજે તું એ જૂતા અંગે વિચારી રહ્યો છે, જે પપ્પાએ તને ગિફ્ટમાં આપ્યા ન હતા. જૂતા એ હગ(hug) સામે મહત્વ ધરાવતા નથી, જે તને સવારે મળી છે. અને તે મજાક પણ, જે તેમણે તારી ઊંચાઈ અંગે કરી છે. આ ક્ષણોને સાચવીને રાખજે."


વિરાટે આગળ વધુમાં લખ્યું કે, "મને ખબર છે કે ઘણી વખત તેઓ (પપ્પા) કડક દેખાય છે. આવું એટલા માટે કે તેઓ તારી પાસે શ્રેષ્ઠ ઈચ્છે છે. તને લાગે છે કે વાલીઓ ઘણી વખત આપણને સમજી શક્તા નથી, પરંતુ યાદ રાખ, માત્ર આપણો પરિવાર જ આપણને કોઈ પણ શરત વગર પ્રેમ કરે છે. તું પણ તેમને પ્રેમ કર. તેમનું સન્માન કર અને તેમની સાથે જેટલો સમય પસાર કરી શકે તેટલો પસાર કર. પપ્પાને જણાવ કે તું પણ તેમને પ્રેમ કરે છે. ખુબ પ્રેમ કરે છે. આજે જ તેમને જણાવી દે. તેમને આવતીકાલે પણ જણાવ, હંમેશાં પણ જણાવતો રહે."


વિરાટે પોતાના પત્રના અંતમાં લખ્યું છે કે, "અંતમાં માત્ર તારા દિલની વાત સાંભળ. તારા સ્વપનો પાછળ ભાગવ. દયાળુ બન અને જણાવી દે કે મોટા સપના કેવી રીતે પરિવર્તન લાવે છે. જેવો છે તેવો જ રહે. અને ખાસ પેલા પરાઠા જમ! આગામી કેટલાક વર્ષોમાં તે જ લક્ઝરી બનવાનાં છે. દરરોજ સુપર બન! વિરાટ."


જુઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....