બિશન સિંહ બેદીએ કહ્યું- ધોની ટીમનો અડધો કેપ્ટન, તેના વગર કોહલી અસહજ
બિશન સિંહ બેદીએ આ સાથે કહ્યું કે, ભારતીય ટીમે વિશ્વકપ પહેલા વનડે ટીમમાં પ્રયોગ ન કરવા જોઈએ.
નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે સિરીઝનો અંતિમ મેચ બુધવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમો સિરીઝમાં 2-2ની બરોબરી પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે મેચ ગુમાવી છે. સિરીઝના ચોથા મેચમાં ધોની વિના ઉતરેલી ભારતીય ટીમ 358 રનનો બચાવ ન કરી શકી. ઓસ્ટ્રેલિયાએ તેને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ પાંચમાં વનડે પહેલા ધોનીને ટીમ ઈન્ડિયાનો અડધો કેપ્ટન ગણાવ્યો છે. તેમણે કહ્યું- ચોથા વનડેમાં ધોનીની ગેરહાજરીમાં કેપ્ટન વિરાટ કોહલી અસહજ દેખાતો હતો.
મોહાલીમાં વિકેટની પાછળ ધોનીની ખોટ પડીઃ બેદી
બેદીએ કહ્યું, અમે બધા તે વાતથી હેરાન હતા કે ધોનીને કેમ આરામ આપવામાં આવ્યો? મોહાલીમાં વિકેટની પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની ખોટ પડી. ધોની એક રીતે ટીમનો અડધો કેપ્ટન છે. મહત્વનું છે કે, ધોનીને સિરીઝના અંતિમ બે વનડેમાં આરામ આપવામાં આવ્યો છે.
IPL 2019 : જવાબદારીથી ભાગી રહ્યું છે BCCI, કહ્યું- ખેલાડી પોતે નક્કી કરે કે ક્લબ પહેલા આવે કે દેશ
72 વર્ષના પૂર્વ સ્પિનરે કહ્યું, ધોની હવે યુવાન નથી, તે પહેલાની જેમ ભલે ચપળ ન રહ્યો હોત પરંતુ ટીમ ઈન્ડિયાને તેની જરૂર છે. ધોની હોવાથી ટીમ શાંત ભાવે રમે છે. કેપ્ટનને હંમેશા તેની મદદની જરૂર હોય છે. તેના વગર કોહલી અસહજ દેખાઈ છે. આ ભવિષ્ય માટે યોગ્ય નથી.
બેદીએ કહ્યું, ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ પહેલા વધુ પ્રયોગ ન કરવા જોઈએ. હું ઈચ્છું છું કે, ટીમ વર્તમાનમાં જીવે. વિશ્વકપમાં હજુ અઢી મહિનાનો સમય છે. તે માટે આપણે છેલ્લા 18 મહિનાથી પ્રયોગ કરી રહ્યાં છીએ. હવે તેની જરૂર નથી. બેદીએ 67 ટેસ્ટમાં 266 વિકેટ ઝડપી છે.