પ્રેક્ટિસ મેચ ડ્રોઃ ઓપનર તરીકે નિષ્ફળ રહ્યો રોહિત, પ્રિયાંક, સિદ્દેશ અને ભારતની અડધી સદી
ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઓપનર તરીકે ટીમમાં સામેલ કરાયેલ રોહિત શર્મા માટે આ મેચ પ્રેક્ટિસ લય હાસિલ કરવાની સારી તક હતી, પરંતુ તે બે બોલ રમ્યા બાદ શૂન્ય પર બનાવી ફિલાન્ડરનો શિકાર બન્યો હતો.
વિજયનગરમઃ ભારતીય બોર્ડ અધ્યક્ષ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં રમાયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ ડ્રો રહી છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ ઈનિંગમાં છ વિકેટના નુકસાન પર 279 રન પર ડિકલેર કરી હતી. ભારતીય બોર્ડ અધ્યક્ષ ઇલેવને મેચના ત્રીજા અને અંતિમ દિવસે આઠ વિકેટના નુકસાન પર 365 રન બનાવી મેચ ડ્રો કરાવી હતી.
ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઓપનર તરીકે ટીમમાં સામેલ કરાયેલ રોહિત શર્મા માટે આ મેચ પ્રેક્ટિસ લય હાસિલ કરવાની સારી તક હતી, પરંતુ તે બે બોલ રમ્યા બાદ શૂન્ય પર બનાવી ફિલાન્ડરનો શિકાર બન્યો હતો. ટીમના બાકીના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી હતી. કેએસ ભારતે 71 રન બનાવ્યા હતા.
ટીમના સર્વોચ્ચ સ્કોરર રહેલા ભારતે 57 બોલ પર સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. પ્રિયાંક પંચાલે 77 બોલ પર 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. સિદ્દેશ લાડ 89 બોલ પર 52 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણએ પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ધોવાય ગઈ હતી.
ધોનીએ ઘણા મહત્વના નિર્ણય લીધા તો નિવૃતીનો નિર્ણય પણ તેને કરવા દોઃ ધવન
મહેમાન ટીમે બીજા દિવસના અંત પાંચ વિકેટના નુકસાન પર 199 રનની સાથે કર્યો હતો. ત્રીજા દિવસે મહેમાન ટીમે પોતાના ખાતામાં 80 રન જોડ્યા અને પોતાની ઈનિંગ ડિકલેર કરી હતી. ટેમ્બા બાવુમા 87 રન પર અણનમ રહ્યો હતો. ફિલાન્ડેરે 48 રનનું યોગદાન આપ્યું હતું.