IND VS AUS: વરસાદે વિધ્ન નાખતા ગાબા ટેસ્ટ મેચ ડ્રો થઈ, ટીમ ઈન્ડિયાને જીત માટે મળ્યો હતો 275નો ટાર્ગેટ, સિરીઝ હાલ 1-1ની બરોબરી પર
ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની અને આજે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 275 રન કરવાના હતા. પરંતુ વરસાદ વિલન બન્યો અને ભારતના વિના વિકેટે 8 રનનો સ્કોર હતો ત્યારે જ રમત અટકાવી દેવાઈ અને ત્યારબાદ ડ્રોમાં પરિણમી. આમ ત્રણ ટેસ્ટ મેચ બાદ હવે સિરીઝ 1-1ની બરાબરી પર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની બરાબર પર કરી. ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની અને આજે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 275 રન કરવાના હતા. પરંતુ વરસાદ વિલન બન્યો અને ભારતના વિના વિકેટે 8 રનનો સ્કોર હતો ત્યારે જ રમત અટકાવી દેવાઈ અને ત્યારબાદ ડ્રોમાં પરિણમી. આમ ત્રણ ટેસ્ટ મેચ બાદ હવે સિરીઝ 1-1ની બરાબરી પર છે.
મેચ ડ્રો
ભારતનો બીજો દાવ ચાલુ હતો ત્યારે મેચ પહેલા વરસાદના કારણે રોકવામાં આવી. ત્યારબાદ આ મેચને બંને કેપ્ટનોની મંજૂરી મળ્યા બાદ ડ્રો કરવાનો નિર્ણય લેવાયો. જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે જયસ્વાલ 4 રન અને રાહુલ 4 રન સાથે રમતમાં હતા. ભારતીય ટીમે વિકેટ ગુમાવ્યા વગર 8 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ દાવ ડિક્લેર કર્યો
આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 7 વિકેટ ગુમાવીને 89 રન કરી દાવ ડિક્લેર કર્યો. આમ અગાઉની લીડ સાથે ભારતને 275 રનનો ટાર્ગેટ જીતવા માટે મળ્યો હતો. જે તેણે 54 ઓવર્સ (મિનિમમ)માં પૂરો કરવાનો હતો. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 260 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા.
આકાશ-બુમરાહે બચાવ્યું ફોલોઓન
આ અગાઉ ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં માત્ર 260 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગના આધારે 185 રનની લીડ મળી હતી. આ મેચમાં ભારતીય ટોપ ઓર્ડર સાવ નિષ્ફળ રરહ્યો. એક પછી એક બેટ્સમેન પેવેલિયન ભેગા થતા જોવા મળ્યા. ભારત તરફથી કે એલ રાહુલ 84 રન અને રવિન્દ્ર જાડેજા 77 રનથી શાન જાળવી શક્યા. ઓસ્ટ્રિલયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે ભારતની પહેલી ઇનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી. સ્ટાર્કને 3, જોશ હેઝલવુડ, નાથન લાયન અને ટ્રેવિસ હેડને 1-1 વિકેટ મળી હતી. છેલ્લે છેલ્લે ભારતીય ટીમના આકાશ દીપ અને જસપ્રીત બુમરાહે ફોલોઓન ટાળવામાં મદદ કરી હતી. બંનેએ મળીને દસમી વિકેટ માટે 47 રન કર્યા અને 246 રનનો ફોલોઓનનો આંકડો પાર કરાવી દીધો.
BGT સિરીઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી જેમાં ભારતે 295 રનથી જીત મેળવી હતી. જ્યારે ત્યારબાદ એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવી હતી. આમ જોઈએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેન ગાબા મેદાન પર આ પહેલા સાત ટેસ્ટ રમાઈ ગઈ. આ દરમિયાન ભારતીય ટીમે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો જ્યારે એક મેચ ડ્રો પણ ગઈ. ગાબામાં એકમાત્ર જીત જાન્યુઆરી 2021માં મળી હતી. ત્યારે અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું.