ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ચોથી ટેસ્ટ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ જેમાં ભારતે 184 રને સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 84 રનની ઈનિંગ રમી પરંતુ ત્રીજા અમ્પાયરના ખરાબ નિર્ણયના કારણે તેની ઈનિંગ પર પૂર્ણ વિરામ મૂકાયો અને પછી તો એક પછી એક વિકેટ ગુમાવતા ભારતે હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયા હવે આ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. એક સમયે ઓસ્ટ્રેલિયા 0-1થી પાછળ હતું પરંતુ ત્યારબાદ બે ટેસ્ટ મેચ જીતી ગયું. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો ગઈ અને હવે એક મેચ બાકી છે. ભારત પાસે હવે આ સિરીઝને બરાબરી પર લાવવાની તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની બીજી ઈનિંગ
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 234 રનમાં સમેટાઈ જતા ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત એકદમ નિરાશાજનક રહી.  રોહિત શર્મા, કે એલ રાહુલ અને વિરાટ કોહલી ફટાફટ આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ હતી. જો કે પંત અને જયસ્વાલે પછી બાજી સંભાળી પરંતુ પંત લાંબો સમય ટકી શક્યો નહીં અને 30 રન કરીને આઉટ થઈ ગયો. ત્યારબાદ નીતિશકુમાર રેડ્ડી, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર પણ ટકી શક્યા નહીં. બુમરાહ, આકાશદીપ, સિરાજની વિકેટો પડી જતા ભારતે આખરે આ મેચ ગુમાવવાનો વારો આવ્યો. 


ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 234 રન પર સમેટાઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી. તે પહેલા ભારતે પહેલી ઈનિંગમાં 369 રન કર્યા હતા. જેમાં નીતિશ રેડ્ડીએ 114 રનનું શાનદાર યોગદાન આપ્યું હતું. અત્રે જણાવવાનું કે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 474 રન કર્યા હતા. પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની મહત્વની લીડ મળી હતી.