Border-Gavaskar Trophy: બોર્ડર અને ગવાસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ સમયે રોહિત પ્રવાસ પરની કોઈપણ મેચમાં રમી શકશે નહીં. પારિવારિક કારણોસર તે ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ત્રીજા ઓપનરની જરૂર પડશે. ઘણા ખેલાડીઓ ત્રીજા વિકલ્પની રેસમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ મેનેજમેન્ટ સતર્ક
આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ મેનેજમેન્ટ વિચારી રહ્યું છે કે રોહિત અને યશસ્વીની સાથે ત્રીજો વિકલ્પ કોણ હશે? બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝમાં જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક મળશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ દરેક ખેલાડીને લઈને ખૂબ જ સતર્ક છે.


ત્રીજા ઓપનર માટે દાવેદાર
ત્રીજા ઓપનર માટે ઘણા નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં સૌથી વધુ ચર્ચાતા નામમાં રુતુરાજ ગાયકવાડ અને અભિમન્યુ ઇશ્વરન છે. રૂતુરાજ ગાયકવાડે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે.  આ જ સમયે અભિમન્યુ ઇશ્વરને ઘરેલુ ક્રિકેટમાં સતત સદી ફટકારી રહયો છે. તેને 4 મેચમાં 4 સદ ફટકારી દીધી છે. 


લખનૌમાં શાનદાર ઇનિંગ્સ રમી
બંગાળ તરફથી રમતા અભિમન્યુ ઇશ્વરને લખનૌમાં ઉત્તર પ્રદેશ સામે શાનદાર સદી ફટકારી હતી. 172 બોલમાં અણનમ 127 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 5 રન બનાવનાર અભિમન્યુએ બીજી ઇનિંગમાં તે ખામી દૂર કરી હતી. આ તેની સતત 4 મેચમાં ચોથી સદી છે. અભિમન્યુએ તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની ટેકનિક અને ધૈર્યથી તે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.


કોને પસંદ કરવામાં આવશે?
ઓસ્ટ્રેલિયામાં બેકઅપ ઓપનર વિશે ચર્ચા હાલમાં ચાલુ છે. ઋતુરાજ ગાયકવાડ આ રેસમાં સતત આગળ છે. હવે અભિમન્યુએ તેમને ટક્કર આપી રહ્યો છે.  અભિમન્યુએ તેની છેલ્લી 6 ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 સદી ફટકારી છે. તે મોટી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. તેણે ફેબ્રુઆરી 2024માં બિહાર સામે 200 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી સપ્ટેમ્બર 2024 માં દુલીપ ટ્રોફી દરમિયાન તેણે ઇન્ડિયા B માટે ઇન્ડિયા C સામે અણનમ 157 રન બનાવ્યા હતા. તેણે ઈન્ડિયા B માટે ઈન્ડિયા ડી વિરુદ્ધ 116 રનની ઈનિંગ રમી હતી. ઈરાની કપમાં આ અનુભવી બેટ્સમેને રણજી ટ્રોફી ચેમ્પિયન સામે 191 રનની ઈનિંગ રમી છે. હવે તેણે રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે.