મુંબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે સંકેત આપ્યા કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અહીં રમાનારી પ્રથમ એક દિવસીય મેચમાં અંતિમ ઇલેવનમાં શિખર ધવન અને લોકેશ રાહુલ બંન્નેને જગ્યા આપવા માટે તે બેટિંગ ક્રમમાં સ્વયં નીચે આવી શકે છે. વાઇસ કેપ્ટન રોહિત શર્માની અંતિમ ઇલેવનમાં પસંદગી નક્કી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે ધવન કે રાહુલને પસંદ કરવાનો મુશ્કેલ નિર્ણય કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટનને પરંતુ એવું કોઈ કારણ જોવા મળતું નથી કે બંન્ને ન રમી શકે. કોહલીએ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, 'જુઓ, ફોર્મમાં ચાલી રહેલો ખેલાડી હંમેશા ટીમ માટે સારો હોય છે.... શંકા વગર તમે ઈચ્છો છો કો સર્વશ્રેષ્ઠ ખેલાડી ઉપલબ્ધ રહે અને ત્યારબાદ પસંદ કરો છો કે ટીમ માટે સંયોજન શું હોવું જોઈએ. તેવી સંભાવના બની શકે કે ત્રણેય (રોહિત, શિખર અને રાહુલ) રમી શકે છે.'


વ્યક્તિગત સિદ્ધિઓથી વધુ જરૂરી છે કેપ્ટનનો વારસો
તે પૂછવા પર કે શું તે બેટિંગ ક્રમમાં નિચે આવી શકે છે, કોહલીએ કહ્યું, હાં તેની સંભાવના છે. તેમ કરવાથી મને ખુશી થશે. મેં કોઈ ક્રમને મારા માટે નક્કી કર્યો નથી. હું ક્યાં બેટિંગ કરૂ તેને લઈને અસુરક્ષિત નથી. કોહલીએ કહ્યું કે, તેના માટે વ્યક્તિગત સિદ્ધિઓની પાછળ ભાગવા કરતા મહત્વપૂર્ણ છે કે તે કેપ્ટનના રૂપમાં કઈ રીતે વારસો છોડીને જશે. 


કેપ્ટનની જવાબદારી છે ટીમ તૈયાર કરવી
તેણે કહ્યું, 'ટીમના કેપ્ટનના રૂપમાં તે નક્કી કરવું પણ મારૂ કામ છે કે આગામી સમૂહ તૈયાર રહે. ક્યારેક અન્ય લોકો લગભગ આમ વિચારતા નથી પરંતુ એક કેપ્ટનના રૂપમાં તમારૂ કામ હાલની ટીમને જોવાનું નથી પરંતુ તે ટીમ તૈયાર કરવાનું પણ છે જે તમે કોઈને જવાબદારી આપતા તેને સોંપીને જશો.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર