નવી દિલ્હી : ભારત અને શ્રીલંકાની અંડર-19 ટીમ વચ્ચે ચાર દિવસીય સ્પર્ધાની શરૂઆત 17 જુલાઈથી થઈ ગઈ છે. આ મેચ એક બીજા કારણોસર ખાસ છે કારણ કે આ સિરિઝથી ક્રિકેટના 'ભગવાન' ગણાતા સચિન તેન્ડુલકરનો દીકરો અર્જુન પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી રહ્યો છે. મેચના પહેલા દિવસે જ અર્જુને 12મા બોલ પર પોતાની ઇન્ટરનેશનલ કરિયરની પહેલી વિકેટ મેળવી હતી. તેણે શ્રીલંકાના કામિલ મિસારાને પોતાના સ્વિંગનો શિકાર બનાવ્યો હતો અને 9 રનના પર્સનલ સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. પહેલી વિકેટ મેળવતા જ અર્જુન ફરીવાર ચર્ચામાં આવી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલંબોમાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન નિપુણ ધનંજયે  પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અંડર-19 ટીમના કેપ્ટન અનુજ રાવતે બોલિંગના આક્રમણની શરૂઆત અર્જુન તેન્ડુલકર પાસે કરાવી અને અર્જુને તેને નિરાશ નથી કર્યો. 


લાઈવ મેચ 


સ્પોર્ટસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...