જકાર્તાઃ બ્રિજમાં મેન્સ પેયરમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. 60 વર્ષના પ્રણબ બર્ધન અને 56 વર્ષના શિવનાથ સરકારે ભારતને રેકોર્ડ 15મો ગોલ્ડ અપાવ્યો છે. હવે એશિયાડમાં ગોલ્ડ જીતવાના મામલામાં ભારતે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરોબરી કરી લીધી છે. ભારતે 1951માં દિલ્હીમાં રમાયેલી એશિયન ગેમ્સમાં 15 ગોલ્ડ મેડલ જીત્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સિંગમાં અમિતને ગોલ્ડ
18મી એશિયન ગેમ્સના 14માં દિવસે ભારતના બોક્સર અમિત પંઘલે 14મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અમિતે 49 કિલોગ્રામ ભારવર્ગ સ્પર્ધાના ફાઇનલમાં ઉઝ્બેકિસ્તાનના ડિફેન્ડિંગ ઓલંમ્પિક ચેમ્પિયન હસનબોય દુસામાતોવને 3-2થી પરાજય આપ્યો હતો. 


આ સાથે ભારતના ખાતામાં કુલ 67 મેડલ થઈ ગયા છે, જે કોઈપણ એશિયાડમાં ભારતના સર્વાધિક મેડલની સંખ્યા છે. આ પહેલા ભારતે 2010ની ગ્વાંગ્ઝૂ એશિયન ગેમ્સમાં 65 મેડલ જીત્યા હતા. 


ત્યારબાદ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં હોંગકોંગ સામે ટકરાશે. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય પુરૂષ હોકી ટીમનો સામનો પાકિસ્તાન સામે થશે. 


18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 67 છે. 15 ગોલ્ડ, 23 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલની સાથે ભારત મેડલ ટેલીમાં આઠમાં સ્થાને છે.