Tokyo Olympics: ભારતીયો માટે નિરાશાજનક સમાચાર, રોમાંચક લડાઈમાં હારી મેરી કોમ
ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરી કોમના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે. રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં મેરી કોમનો પરાજય થયો છે.
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરી કોમ રાઉન્ડ ઓફ-16ના મુકાબલામાં કોલંબિયાની બોક્સર ઇન્ગ્રિટ લોરેના વલેંસિયા સામે 3-2થી હારી છે. આ સાથે મેરી કોમની ઓલિમ્પિક 2020ની સફર સમાપ્ત થઈ ગઈ છે. મેરી કોમની હાર સાથે ભારતની મેડલની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
કોલંબિયાની ત્રીજી વરિયતા પ્રાપ્ત ઇન્ગ્રિટ વાલેંસિયાએ મેરી કોમને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે 2016ના રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી.