ના હોય!! એક બોલમાં 10 રન, World T20માં બ્રાવોની ઓવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
11 ઓવર સુધી બાંગ્લાદેશે ત્રણ વિકેટ ગુમાવી દીધા હતા, જ્યારે સ્કોરબોર્ડ પર માત્ર 65 રન જ હતા. હવે નવ ઓવરમાં 78 રનની જરૂર હતી. આવી પરિસ્થિતિમાં બાંગ્લાદેશ માટે એક એક રન કિંમતી બની ગયો હતો.
શારજાહા: ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે ભલે શુક્રવારે બાંગ્લાદેશને વર્લ્ડ ટી20માં રોમાંચક હાર આપી હોય, પરંતુ આ મુકાબલામાં એક અજુબા પણ જોવા મળ્યો હતો. એક બોલ પર 10 રન આવ્યા, જી હા.. તમને સાંભળીને વિશ્વાસ નહીં થાય પણ વાત એકદમ સાચી છે. હવે તમે કહેશો ક્યારે થયું, કોણે કર્યું, કોણે કરાવ્યું, ક્યા કરાવ્યું. આ તમામ સવાલાનો જવાબ અમે આપીશું.
જોકે, શારજાહામાં કરો યા મરોના મુકાબલામાં બાંગ્લાદેશની સામે વેસ્ટઈન્ડિઝ સામે મોટો પડકાર હતો. 143 રનના લક્ષ્યાંકના જવાબમાં બાંગ્લાદેશની બેટિંગ શરૂ થઈ હતી. 11 ઓવર સુધી બાંગ્લાદેશે ત્રણ વિકેટ ગુમાવી દીધા હતા, જ્યારે સ્કોરબોર્ડ પર માત્ર 65 રન જ હતા. હવે નવ ઓવરમાં 78 રનની જરૂર હતી. આવી પરિસ્થિતિમાં બાંગ્લાદેશ માટે એક એક રન કિંમતી બની ગયો હતો.
એક બોલમાં 10 રન
બાંગ્લાદેશ માટે કપરા સમયમાં વેસ્ટઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડે પોતાના અનુભવી ખેલાડી ડ્વેન બ્રાવોને 12મી ઓવર ફેંકવાની જવાબદારી સોંપી હતી. આ ઓવરમાં એક બોલ પર 10 રન બની ગયા હતા. ઓવરની પહેલી વાઈડ બોલ વિકેટકિપરને ચકમો આપીને પાછળ ચોગ્ગા વાગ્યો હતો. જેના કારણે સ્કોરમાં 5 રનનો વધારો થયો હતો. બીજા બોલ પર લિટન દાસે પુલ શોર્ટમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ ત્રીજો બોલ ફરીથી વાઈડ રહ્યો હતો. આ રીતે 1 બોલ પર બાંગ્લાદેશી ટીમના ખાતામાં કુલ 10 રન આવ્યા હતા.
બે રનથી જીત્યું વેસ્ટઈન્ડિઝ
વેસ્ટઈન્ડિઝે 142 રનના જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓપનર મોહમ્મદ નઈમ(17) અને શાકિબ અલ હસન (9) પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ (43 બોલમાં 44 રન)એ ઈનિંગ સંભાળી. છેલ્લી 6 ઓવરમાં બાંગ્લાદેશને 50 રન જોઈતા હતા અને 6 વિકેટ બચી હતી. કેપ્ટન મહમૂહુલ્લાહ (અણનમ 31) અને દાસ ફોર્મમાં હતા, એવામાં ડ્વેન બ્રાવોની 17મી ઓવરમાં માત્ર 3 રન જ આપ્યા હતા. જ્યારે 19મી ઓવરના પહેલા બોલ પર મહમૂહુલ્લાહે સિક્સર ફટકારી હતી, પરંતુ છેલ્લા બોલ પર જરૂરી ચાર રન બની શક્યા નહોતા.