અમદાવાદ બાદ રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયું, હવે આ વ્યક્તિના નામથી ઓળખાશે
Rajkot Cricket Stadium Name Change : ખંઢેરી સ્ટેડિયમનું નામ નીરજન શાહ સ્ટેડિયમ આપવામાં આવ્યું... SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે... 1987માં પેહલી આંતરરાષ્ટ્રિય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા...
Rajkot News રાજકોટ : અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ આપવામા આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમ હવે નામ નિરંજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. રાજકોટનું SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987 માં પેહલી આંતરરાષ્ટ્રિય વન ડે મેચ લાવવામાં નિરંજન શાહની મુખ્ય ભૂમિકા હતી. જેથી ક્રિકેટમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ગઈકાલે સોરષ્ટ્ટ ક્રિકેટ એસસિયેશન AGM બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
કોણ છે નિરંજન શાહ
રાજકોટ અને સૌરાષ્ટ્રને લોર્ડસની યાદ અપાવતું ક્રિકેટ સ્ટેડીયમ બનાવવામાં નિરંજનભાઇ શાહનો સુવર્ણ ફાળો છે. નિરંજન શાહ 2 વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે. નિરંજન શાહના પ્રયાસોથી રાજકોટનું આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. અતિ આધુનિક ટેકનોલોજીથી આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિરંજન શાહ (79) લગભગ ચાર દાયકા સુધી SCA સેક્રેટરી હતા, અને BCCI સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી. તેમના સમયમાં ડાબોડી ખેલાડી, તેણે 1965-66 થી 1975-76 સીઝન સુધી સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ-ક્લાસ રમતો (281 રન @ 11.70) પણ રમી હતી. તેમના પુત્ર જયદેવ એસસીએ પ્રમુખ છે.
અંબાલાલની આગાહી : નવરાત્રિના આ ત્રણ નોરતાઓએ વરસાદ ત્રાટકશે, આ જિલ્લાઓમાં આવશે તોફાની વરસાદ
નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ એસસીએના વર્તમાન પ્રમુખ છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમ સુધીની સફરના તેઓ મુખ્ય સારથી બન્યા છે.
મહિલા અનામત બિલની આવી મજાક! ભાજપ શાસિત બગસરા નગરપાલિકાનો વિચિત્ર ઠરાવ