નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને ઈંગ્લેન્ડ પુરૂષ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ  ક્રિકેટ  બોર્ડે ગુરૂવારે આ જાહેરાત કરી છે. તેમની નિમણૂક ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડના ખરાબ પ્રદર્શન બાદ થઈ છે. હવે બ્રેન્ડન મેક્કુલમ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બેન સ્ટોક્સ સાથે કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોબ કીને પુરૂષ ટીમના મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા અને તેમણે ટેસ્ટ ફોર્મેટની કમાન બેન સ્ટોક્સને સોંપી હતી. મહત્વનું છે કે ઈંગ્લેન્ડ ટીમના સતત ખરાબ પ્રદર્શન બાદ જો રૂટે ટીમની કમાન છોડવાનો નિર્ણય કર્યો હતો. જો રૂટ ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઈ ત્યારે ટીમનો કેપ્ટન હતો, પરંતુ આ સિરીઝમાં ઈંગ્લેન્ડે 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. 


ઈંગ્લેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી અધિકારી ટોમ હેરિસન, ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડાયરેક્ટર રોબ કી, સલાહકાર એન્ડ્રૂ સ્ટ્રોસ અને પ્રદર્શન ડાયરેક્ટર બોબાટની પસંદગી પેનલે સર્વસંમતિથી સહમતી વ્યક્ત કરી હતી, જે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન મેક્કુલમથી ખુબ પ્રભાવિત હતા. હવે બ્રેન્ડન મેક્કુલમે કોલકત્તા નાઇટ રાઇડર્સના કોચનું પદ છોડવુ પડશે. પરંતુ તે આઈપીએલ 2022 સુધી કેકેઆરના મુખ્ય કોચ બન્યા રહેશે. 


આ પણ વાંચોઃ બાળપણ ગુંડાઓ વચ્ચે વીત્યું, ખાવાના પણ હતા સાંસા.. છતાં આજે ક્રિકેટની દુનિયામાં ગણાય છે દમદાર ખેલાડી


એશિઝમાં ઈંગ્લેન્ડનો થયો હતો કારમો પરાજય
ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. ટીમના ખરાબ પ્રદર્શન બાદ જો રૂટે કમાન છોડવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશિઝ સિરીઝમાં પણ ઈંગ્લેન્ડે 0-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કોચ ક્રિસ સિલ્વરવુડે પોતાનું પદ છોડી લીધુ હતું. હવે ઈંગ્લેન્ડ ક્રિકેટમાં લાલ અને સફેદ બોલ ક્રિકેટમાં બે અલગ-અલગ કોચ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube