મુંબઈઃ પોતાના સમયમાં બ્રાયન લારા અને બ્રેટ લી બંન્ને ક્રિકેટ લેજન્ડ હતા. વેસ્ટઈન્ડિઢના પૂર્વ દિગ્ગજ બ્રાયન લારાને આજે પણ આધુનિક ક્રિકેટમાં શાનદાર બેટ્સમેન માનવામાં આવે છે. ક્રિકેટની દુનિયામાં તે સંભવતઃ સર્વશ્રેષ્ઠ ડાબોડી બેટ્સમેન રહ્યાં છે. તેની સામે મોટા મોટા બોલરો પણ ભયભીત જોવા મળતા હતા. વેસ્ટ ઈન્ડિઝને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટિંગ કરવાનું પસંદ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 31 મેચોમાં 2856 રન બનાવ્યા છે. તેની એવરેજ 51 રહી છે. તેમાં તેણે 9 સદી અને 11 અડધી સદી ફટકારી છે. જો લારાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારો રહ્યો તો પેસર મૈકગ્રાની સાથે બ્રેટ લીએ પણ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. 


બ્રેટ લીએ વનડેમાં લારાને 5 વખત આઉટ કર્યો, પરંટુ ટેસ્ટમાં લારાએ પણ લી વિરુદ્ધ રન બનાવ્યા હતા. હવે લારા અને લી બંન્ને ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયા છે. હવે બંન્નેનો વિરોધ ગલી ક્રિકેટમાં જોવા મળ્યો હતો. 



આઈપીએલના આ બંન્ને કોમેન્ટ્રેટર પોતાના ફેન્સની સામે ગલી ક્રિકેટ રમ્યા હતા. બ્રેટ લી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે લારાને એક બાઉન્સર માર્યો, જે તેની છાતી પર લાગ્યો હતો. 


લીએ આ વીડિયો ઇંન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. સાથે લખ્યું મુંબઈમાં ગલી ક્રિકેટ મારી પસંદગીની રમત છે. લી વિરુદ્ધ લારા 2ની લડાઈ. મેં મારા પસંદગીના બે બોલ ફેંક્યા. બાઉન્સર અને યોર્કર.