નારિયલની શાખાથી બનેલા બેટથી રમીને લારાએ શરૂ કર્યું હતું ક્રિકેટ
વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક બ્રાયન લારાએ રમતમાં આવવા વિશે જણાવતા કહ્યું કે, તેમણે 4 વર્ષની ઉંમરમાં નારિયલની શાખાથી બનેલા બેટથી શરૂઆત કરી હતી.
દુબઈઃ વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક બ્રાયન લારાએ રમતમાં આવવા વિશે જણાવતા કહ્યું કે, તેમણે 4 વર્ષની ઉંમરમાં નારિયલની શાખાથી બનેલા બેટથી શરૂઆત કરી હતી, જે પેન્ટિંગ કરતા બ્રશ જેવું બતું. લારાએ આઈસીસી ક્રિકેટ 360 સાતે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરવા અને પ્રોફેશન્સ ક્રિકેટર બનવા માટે પોતાના પિતાના બલિદાન વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું, મારા ભાઈએ નારિયલના ઝાડની શાખાથી ક્રિકેટના બેટનો આકાર બનાવ્યો હતો. તમે જાણો છે કે, કેરેબિયન ધરતી પર ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર છે અને તેને પોતાના નારિયલના ઝાડ ખુબ પસંદ છે. હું માત્ર 4 વર્ષનો હતો. ડાબા હાથના આ બેટ્સમેને 52.88ની એવરેજઝી ટેસ્ટમાં 11953 રન, જ્યારે વનડેમાં 40.48ની એવરેજથી 10405 રન બનાવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે તે નાના હતા તો પોતાના મિત્રો સાથે તમામ વસ્તુથી રમવા લાગતા હતા જે તેના હાથમાં આવી જતી હતી.
તેમણે કહ્યું, હું ગલી ક્રિકેટમાં વિશ્વાસ રાખુ છું. મારો અર્થ છે કે અમે દરેક વસ્તુથી ક્રિકેટ રમવા લાગતા હતા. કડક સંકતા, લિંબુ કે લખોટીથી, ભલે તે ઘરનો પાછળનો ભાગ હોય કે રોડ હોય. હું દરેક જગ્યાએ ક્રિકેટ રમી શકુ છું.
લારાએ કહ્યું, અમે વરસાદની સિઝનમાં ફુટબોલ રમતા હતા. હું ટેબલ ટેનિસ પણ રમ્યો છું. પરંતુ મને લાગ્યું કે કોઈ અન્યની જગ્યાએ ક્રિકેટમાં સારૂ કરી રહ્યો છું. તેમાં મારા પિતાની અસર રહી અને તેમણે નિર્ણય કર્યો કે હું ફુટબોલ ઓછું રમું અને ક્રિકેટ વધુ.
આ મહાન સ્પિનરે વિશ્વકપમાં ધોની માટે કરી મોટી વાત, ટીકાકારોને લગાવી ફટકાર
પોતાના પિતા વિશે લારાએ કહ્યું, મારા પિતા ક્રિકેટને પસંદ કરતા હતા અને અમારા ગામમાં એક લીગ ચલાવતા હતા. તેમણે નક્કી કર્યુ કે, મને દરેક વસ્તુ મળે. તેમણે તે નક્કી કરવા માટે ઘણું બલિદાન આપ્યું કે, મને સર્વશ્રેષ્ઠ સ્તર પર પ્રદર્શન કરવા માટે દરેક વસ્તુ મળે.