બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસબેનમાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર ડાબા હાથના ફાસ્ટ બોલર ટી નટરાજન (T Natarajan)એ પોતાના નામે એક ખાસ ઉપલબ્ધિ મેળવી છે, નટરાજને સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ પોતાના નામે કરી હતી. યજમાન ટીમ બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુના બોલર નટરાજન માટે છેલ્લા ત્રણ મહિના કોઈ સપના જેવા રહ્યાં છે. 29 વર્ષના નટરાજનને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર નેટ બોલર તરીકે મોકલવામાં આવ્યો હતો. આ પ્રવાસ પર ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ નટરાજનને યજમાન ટીમ વિરુદ્ધ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરવાની તક મળી હતી. 


આ પણ વાંચોઃ સ્ટાર ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન 


નટરાજન ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટ (T20I,ODI,Test)માં પર્દાપણ કરનાર ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ઓવરઓલ મામલામાં નટરાજન આ સિદ્ધિ હાસિલ કરનાર 17મો ખેલાડી છે. એક સીઝનમાં આ કારનામુ કરનાર નટરાજન હમવતન ભુવનેશ્વર કુમાર બાદ બીજો ક્રિકેટર છે. 


આરપી સિંહની ક્લબમાં થયો સામેલ
આ સાથે નટરાજન ભારતના પૂર્વ પેસર આરપી સિંહ (RP Singh)ની વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પોતાના પર્દાપણ ટેસ્ટમાં 78 રન આપી 3 વિકેટ ઝડપી બધાને પ્રભાવિત કર્યા હતા. 


આ પણ વાંચોઃ માત્ર 44 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં પર્દાપણ કરી નટરાજને રચ્યો ઈતિહાસ, સેહવાગે કરી પ્રશંસા  


નટરાજન (3/78) પર્દાપણ ટેસ્ટની એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતનો બીજો લેફ્ટ આર્મ ફાસ્ટર બની ગયો છે. આ લિસ્ટમાં આરપી સિંહ પ્રથમ નંબર છે, જેણે પાકિસ્તાન વિરુદ્ધ 2005/06માં 89 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પોતાની પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવ્યા હતા. હાલ ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 1-1ની બરોબરી પર છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube