નવી દિલ્હીઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ખુશી અને દુખના સમાચાર આવ્યા. દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સીનું ફીફા વિશ્વ કપ જીતવાનું સપનું આખરે વર્ષ 2022માં પૂર્ણ થઈ ગયું. તો ભારતે આ વખતે ઈંગ્લેન્ડમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતા 61 મેડલ કબજે કર્યાં હતા. ભારતની યુવા બોક્સર નિખત ઝરીને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચી દીધો. તો ક્રિકેટ જગતમાંથી દિગ્ગજ સ્પિનર શેન વોર્ન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમંન્ડ્સે દુનિયાને અલવિદા કહ્યું. આ ઘટનાઓ માટે વર્ષ 2022 યાદ રાખવામાં આવશે. 
 
ફીફા વર્લ્ડ કપ 2022 યોજાયો
કતરમાં આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022નો તાજ અર્જેન્ટિનાની ટીમ જીતી. ફાઈનલમાં અર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવ્યું હતું. દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસીએ આ વર્લ્ડ કપમાં કુલ 7 ગોલ કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમનવેલ્થ ગેમનું કરાયું આયોજન
બર્મિગ્ધમમાં આયોજિત કોમનવેલ્થમાં ભારતે કુલ 61 મેડલ જીત્યા. કોમનવેલ્થમાં પ્રથમ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી. ભારતને સૌથી વધુ 6 ગોલ્ડ મેડલ રેસ્લિંગમાં મળ્યા.


નિખત ઝરીન વર્લ્ડ ચેમ્પિયન બની
નિખત જરીન બોક્સિંગની નવી વર્લ્ડ ચેમ્પિયન બની. 50 કિલોગ્રામ કેટેગરીમાં નિખતે ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલા મેરીકોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. 


આ પણ વાંચોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જોવા મળશે ટેસ્ટ મેચ, એમસીસીએ શરૂ કરી તૈયારી


ભારતે બેડમિન્ટનનો વર્લ્ડ કપ જીત્યો
બેડમિન્ટનના વર્લ્ડ કપમાં ભારતે 14 વખતની વિજેતા થયેલી ટીમ ઈન્ડોનેશિયાને હરાવી. થોમસ કપમાં લક્ષ્ય સેન, શ્રીકાંત કિદામ્બી, સાત્વિક સાઈરાજ અને જીરાગ શેટ્ટી ભારતની જીતનાં હીરો રહ્યાં. 


હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો
હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો. ગુજરાત ટાઈટન્સ ટીમ આઈપીએલની 15મી સિઝનની વિજેતા બની હતી. રાજસ્થાન રોયલની ટીમ બીજા ક્રમે રહી. 


વિરાટે સદી ફટકારી
આ વર્ષે વિરાટ કોહલીનો ફોર્મ પરત આવ્યો. એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટાકારી.


આ પણ વાંચોઃ રોહિતની કેપ્ટનશીપ, દ્રવિડની કોચિંગ પર ખતરો... BCCIની બેઠકમાં શું થશે?


ઈશાન કિશને ફટકારી બેવડી સદી
બાંગ્લાદેશ વિરુદ્ધ ઈશાન કિશને બેવડી સદી ફટકારી રચ્યો હતો ઈતિહાસ. 126 બોલમાં 200 રન કરી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં તેને કુલ 210 રન બનાવ્યા હતા. 


સૂર્યકુમારે રચ્યો રેકોર્ડ
સૂર્યકુમાર ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં 1 હજાર રન મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. ટી-20 ફોર્મેટના એક જ વર્ષમાં બે સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો. વિઝડનની ટી-20 ટીમ ઓફ ધ યર 2022માં પણ મેળવ્યું સ્થાન.


શ્રીલંકા જીત્યું એશિયા કપ
સપ્ટેમ્બરમાં રમાયેલા એશિયા કપમાં પાકિસ્તાનને હરાવીને શ્રીલંકા એશિયા કપની 15મી આવૃતિનું વિજેતા બાન્યુ. ભારતીય ટીમ 2013 પછી આઈસીસીની એક પણ ટ્રોફી જીતી શકી નથી.


ટી-20માં ઈંગ્લેન્ડની જીત
ઓક્ટોબર -નવેમ્બરમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં સંખ્યા બંધ રેકોર્ડ સર્જાયા હતા. 13 નવેમ્બરે રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડની ટીમ ટી-20 વિજેતા બની હતી.


આ પણ વાંચોઃ BCCI: રોહિત-વિરાટનું ટી20 માંથી પત્તું કપાયું, 4 ખેલાડીઓ માટે પણ દરવાજા બંધ


કોણે કોણે છોડી કેપ્ટનશિપ
વિરાટ કોહલીએ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડી. તો આ તરફ 23 વર્ષ સુધી ભારતીય મહિલા ક્રિકેટનો હિસ્સો રહેલી મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાંથી નિવૃતિ લીધી. સુરેશ રૈનાએ પણ નિવૃતિ લીધી.


ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનાં 3 દિગ્ગજોના મૃત્યુ
2022માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનાં 3 દિગ્ગજોના મૃત્યુ થયા. સ્પનર શેન વોર્ન, વિકેટકિપર રોડ માર્શ તેમજ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ સાઈમંડ્સનું નિધન થયું હતું. તો આ તરફ બાસ્કેટબોલના ખેલાડી વિલ રસેલ, પૂર્વ ચેમ્પિયાન જોકી લેસ્ટર પિગોટનું નિધન થયું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube