હવે કેમેરા લગાવીને ક્રિકેટ રમશે ખેલાડીઓ! ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં પહેલીવાર થશે અનોખો પ્રયોગ
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને પોતાના ઘરમાં જ ટીમ ઈન્ડિયાની સામે પાંચમી ટેસ્ટ રમવાની છે. આ મેચ એક જુલાઈથી બર્મિંઘમના એજબાસ્ટનમાં રમવામાં આવશે.
બર્મિઘમ: ક્રિકેટ ઈતિહાસમાં તમે અનેક નવા ફેરફાર જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ક્રિકેટ મેચમાં કોઈ ખેલાડી કેમેરા લગાવીને મેદાનમાં રમતો હોય. નહીં ને. તો આ નવો પ્રયોગ ક્રિકેટના ઈતિહાસમાં થવા જઈ રહ્યો છે. અને તે પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં થવાનો છે. જેમાં પહેલીવાર કોઈ ખેલાડી ફીલ્ડિંગ દરમિયાન હેલમેટમાં કેમેરા લગાવીને મેદાનમાં ઉતરશે.
શું છે આ નવો પ્રયોગ:
સ્કાય સ્પોર્ટ્સ આ નવું ડિવાઈસ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવું ક્રિકેટ કવરેજ માટે કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ મેચમાં આ કેમેરા ઈંગ્લીશ પ્લેયર ઓલી પોપ પોતાના હેલમેટમાં લગાવીને ફિલ્ડિંગ કરતો જોવા મળશે.
શું આ કેમેરામાં અવાજ રેકોર્ડ થશે:
ઓલી પોપ આ કેમેરા ત્યારે લગાવશે જ્યારે તે શોર્ટ લેગમાં ફીલ્ડિંગ કરતો જોવા મળશે. આ નવી પહેલ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ માન્યતા આપી દીધી છે. જોકે આ કેમેરામાં કોઈ અવાજ રેકોર્ડ નહીં થાય. એવામાં ખેલાડી એકબીજા સાથે શું વાત કરે છે તેની માહિતી મળી શકશે નહીં. જોકે અવાજ માટે પહેલાંથી જ સ્ટમ્પ માઈકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પહેલાં પણ આ ટેકનિકનો ઉપયોગ થયો છે:
આ પહેલાં સ્કાય સ્પોર્ટસે આ નવી ટેકનિકનો ઉપયોગ ગયા વર્ષે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની પહેલી સિઝનમાં કર્યો હતો. ત્યારે ટ્રેન્ટ રોકેટ્સ ટીમના વિકેટકીપર ટોમ મૂરેસ કેમેરા લગાવીને રમ્યો હતો. ત્યારે આ ટેકનિકનો શાનદાર નજારો જોવા મળ્યો હતો. ખાસ કરીને ત્યારે જ્યારે બેટ્સમેનના બેટમાંથી બોલ એજ લઈને વિકેટકીપરની પાસે આવે છે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 જાહેર:
ટીમ ઈન્ડિયા સામે એજબાસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર કરવામાં આવી છે. જેમાં ઓલી પોપને જગ્યા મળી છે. તે સિવાય ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન અને વિકેટકીપર સેમ બિલિંગ્સની વાપસી થઈ છે.
ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11:
એલેક્સ લીસ, જેક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરેસ્ટો, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.