નવી દિલ્હીઃ Australia vs Pakistan Test Series: પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ (test match) માટે 14 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓને તક મળી છે, જેને બહાર કરી દેવામાં આવ્યા હતા. પાંચ મેચોની એશિઝ સિરીઝમાં ખરાબ પ્રદર્શન છતાં ડેવિડ વોર્નરને (devid warner) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો કેમરૂન બેનક્રોફ્ટને (Cameron Bancroft) પણ તક મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ ટેસ્ટ સિરીઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, જેમાં પાકિસ્તાન ટીમ પોતાનો પ્રારંભ કરી રહી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે રમી ચુકી છે. પાંચ મેચોની એશિઝ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને બે મેચમાં હાર તો બેમાં જીત મળી હતી. એક મુકાબલો ડ્રો રહ્યો હતો. 


પાકિસ્તાનની ટીમ આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરશે. મહત્વનું છે કે ભારત આ 9 દેશો વચ્ચે રમાઇ રહેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝને બે મેચોની સિરીઝમાં અને આફ્રિકાને ત્રણ મેચોની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. આ રીતે ભારત 240 પોઈન્ટની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. 


પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી, ડિસેમ્બરમાં શ્રીલંકા રમશે સિરીઝ


પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો બ્રિસબેનમાં 21 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી રમાશે. તો બીજી મેચ એડિલેડમાં 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી રમાશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ પોતાના નવા કેપ્ટન અઝહર અલીની આગેવાનીમાં ટેસ્ટ સિરીઝ રમવા ઉતરશે. આ સિવાય કોચ મિસ્બાહ ઉલ હક માટે ટેસ્ટ ક્રિકેટ પ્રથમ ટેસ્ટ અસાઇનમેન્ટ હશે. 


IND vs BAN: આર. અશ્વિનનો ધમાકો, કુંબલે અને ભજ્જીની ખાસ ક્લબમાં થયો સામેલ


આ છે ઓસ્ટ્રેલિયાની ટીમ
ટિમ પેન (કેપ્ટન/વિકેટકીપર), ડેવિડ વોર્ન, જોએ બર્ન્સ, કેમરૂન બેનક્રોફ્ટ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જેમ્સ પેટિન્સન, નાથન લાયન, જોશ હેઝલવુડ અને માઇકલ નેસર. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube