બોલ છેડછાડની વાતો વચ્ચે ઝમ્પાના બચાવમાં આવ્યો કેપ્ટન ફિન્ચ, કહ્યું- તે પોતાના હાથ ગરમ કરી રહ્યો હતો
ઝમ્પાની કેટલિક તસ્વીરોમાં દેખાડવામાં આવ્યું કે તે બોલિંગ કરતા પહેલા પોતાના ખિસ્સામાં હાથ નાખી રહ્યો હતો, જ્યાર બાદ સોશિયલ મીડિયા પર બોલ ટેમ્પરિંચની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
લંડનઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે, એડમ ઝમ્પા ભારત વિરુદ્ધ વિશ્વ કપ મેચ દરમિયાન હાથ ગરમ કરવા માટે ખિસ્સામાં નાથી કર્યો હતો અને આ રીતે તેણે સોશિયલ મીડિયાની અટકળોને નકારી દીધી કે આ લેગ સ્પિનર બોલ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઝમ્પાની કેટલિક તસ્વીરોમાં દેખાડવામાં આવ્યું કે, તે બોલિંગ કરતા પહેરા પોતાના ખિસ્સામાં હાથ નાખી રહ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બોલ ટેમ્પરિંગની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સાથે પાછલા વર્ષે થયેલો વિવાદનો પડછાયો હજુ પણ પણ ઓસ્ટ્રેલિયન ટીમ પડેલો છે અને તેવામાં ફિન્ચે ભારત સામે મળેલા 36 રનના પરાજય બાદ સ્પષ્ટીકરણ આપવું પડ્યું હતું. ફિન્ચે પત્રકારોને કહ્યું, મેં તસ્વીરો જોઈ નથી પરંતુ હું જાણું છું કે તે હાથ ગરમ કરવા માટે પોતાના ખિસ્સામાં નાખી રહ્યો હતો. તે પોતાની પાસે 'હેન્ડ વાર્મર' રાખે છે. હું ખરેખર આ તસ્વીરો જોઈ નથી તેથી હું તેના પર વધુ ટિપ્પણી ન કરી શકું. પરંતુ તે સત્ય છે કે દરેક મેચમાં તેની પાસે 'હેન્ડ વાર્મર' હોય છે.
ટીમ ઈન્ડિયાના 'યુવરાજે' ક્રિકેટને કહ્યું અલવિદા, 19 વર્ષનું રહ્યું કરિયર
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પણ ઝમ્બાનો બચાવ કર્યો. તેણે ટ્વીટ કહ્યું, 'ઈંગ્લેન્ડમાં જ્યારે ઠંડી હોય છે તો દરેક ફીલ્ડિંગ કરવા સમયે પોતાના હાથ ગરમ કરવા માટે 'હેન્ડ વાર્મર'નો ઉપયોગ કરે છે.' દરેક સમયે પોતાના હાથ ખિસ્સામાં નાખીને રાખે છે. ઝમ્પા પણ તે કરી રહ્યો હતો. તેમાં કંઇ ખાસ નથી.