લીડ્સઃ લોર્ડ્સમાં શરમજનક પરાજય બાદ ઈંગ્લેન્ડની નજર હવે ત્રીજી ટેસ્ટમાં જોરદાર વાપસી કરવા પર છે. પરંતુ હેડિંગ્લે લીડ્સમાં 25 ઓગસ્ટથી શરૂ થી રહેલ ત્રીજી ટેસ્ટ પહેલા ઈંગ્લિશ ટીમને માર્ક વુડના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. વુડ ખભાની ઈજાને કારણે આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેવામાં જો રૂટની સામે પ્લેઇંગ ઇલેવનને લઈને મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ડોમિનિક સિબ્લેની જગ્યાએ ટીમમાં ડેવિડ મલાનને સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે સાકિબ મહમૂદને પણ ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ વચ્ચે ઈંગ્લિશ કેપ્ટને સંકેત આપ્યા છે કે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ડેવિડ મલાન અને સાકિબ મહમૂદની સાથે મેદાનમાં ઉતરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકાર પરિષદમાં વાત કરતા જો રૂટે કહ્યુ- ડેવિડ (મલાન) ચોક્કસપણે ટોપ ત્રણમાં ખુબ અનુભવ પ્રદાન કરે છે, જરૂરી નથી કે આ અનુભવ માત્ર ટેસ્ટ ક્રિકેટ હોય, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને દબાવની સ્થિતિનો સામનો કરવાનું જાણે છે. વુડ બહાર થવા પર કહ્યું- મને લાગે છે કે સાકિબ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે સારી સ્થિતિમાં છે, તમે જોયું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે બધા ફોર્મેટમાં કઈ રીતે પ્રગતિ કરી છે. સાકિબે ઈંગ્લેન્ડ તરફથી વનડે ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યુ છે અને તે ત્રીજી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે. 


આ પણ વાંચોઃ ભારતના બેસ્ટ બોલરને ટેસ્ટ ટીમમાં નથી મળી રહી જગ્યા, કરિયર પર લાગ્યું ગ્રહણ?


રૂટ પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવી રહ્યો છે પરંતુ કેપ્ટનને વિશ્વાસ છે કે તેના બાકી બેટ્સમેન જલદી ફોર્મમાં વાપસી કરશે. તેણે કહ્યુ- ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ વિશે સૌથી મોટી વાત ભાગીદારી હોય છે. જ્યારે બે બેટ્સમેન કેટલાક સમય સુધી સાથે ક્રીઝ પર રહે છે તો સ્થિતિ અલગ જોવા મળે છે. એક બેટિંગ યૂનિટના રૂપમાં અમારૂ ધ્યાન તેના પર હોવું જોઈએ. તેની પાસે એક શાનદાર બોલિંગ આક્રમણ છે. ટેસ્ટ ક્રિકેટ જુઓ તો તેની ટીમ પાસે સારા બોલર છે. તેની બોલિંગ ઈંગ્લેન્ડની પરિસ્થિતિને અનુકૂળ છે અથવા તેણે પરિસ્થિતિ સાથે સારો તાલમેલ બેસાડ્યો છે.


ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોરી બર્ન્સ, હાસિબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ, જોની બેયરસ્ટો, જોસ બટલર, મોઇન અલી, સેમ કરન, જેમ્સ પાર્કિસન, સાકિબ મહમૂદ, જેમ્સ એન્ડરસન. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube