નવી દિલ્હી: હાલના દિવસોમાં અનેક દેશોના ક્રિકેટર્સે અમેરિકા તરફથી રમવા માટે નિવૃતિ લીધી છે. આ કડીમાં શ્રીલંકા, પાકિસ્તાનના અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટરનો સમાવેશ થાય છે. હવે ભારતના એક મોટા ક્રિકેટરે નિવૃતિ લઈને અમેરિકા તરફથી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. આ ક્રિકેટરનું નામ ઉન્મુક્ત ચંદ છે. તેણે નિવૃતિની જાહેરાત કરી છે અને હવે તે અમેરિકા જવાની તૈયારીમાં છે. ઉન્મુક્ત ચંદ ભારતીય અંડર-19 ટીમનો કેપ્ટન રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં 2012માં ભારતે અંડર-19નો વર્લ્ડકપ જીત્યો હતો. ચંદે અંડર-19 ફાઈનલ મેચમાં અણનમ 111 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે ભારત-Aના કેપ્ટનના રૂપમાં પણ કમાન સંભાળી અને 2015 સુધી તે પદ સંભાળ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રહી કારકિર્દી:
28 વર્ષીય ઉન્મુક્તે ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2013ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે 30 સભ્યોની ટીમમાં જગ્યા મળી હતી. તે 2014 ટી-20 વર્લ્ડકપ માટે 30 સભ્યોની ટીમમાં પસંદ કરાયો હતો. પોતાની ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત 2010માં દિલ્લીથી કરી હતી અને 8 સિઝન સુધી ટીમ માટે રહ્યો. તે દિલ્લીની ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ઉન્મુક્ત ઉત્તરાખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યો છે.


ઉન્મુક્તે ટ્વીટ કરીને કરી જાહેરાત:
ઉન્મુક્ત ચંદે ટ્વીટ કરીને પોતાની નિવૃતિની જાહેરાત કરતાં લખ્યું કે ક્રિકેટ એક યુનિવર્સલ રમત છે અને બની શકે કે અર્થ બદલાઈ જાય. પરંતુ ઉદ્દેશ્ય હંમેશા એક જ રહે છે અને તે છે - સર્વોચ્ય સ્તર પર રમવું. સાથે જ મારા તમામ સમર્થકો અને ચાહનારાનો આભાર. જેમણે હંમેશા મને દિલમાં જગ્યા આપી. તમે જેવા છો તેનાથી લોકો પ્રેમ કરે. તેનાથી શાનદાર કોઈ ભાવના ન હોય. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારી પાસે એવા લોકો છે. બધાનો આભાર. આગામી અધ્યાય તરફ આગળ વધીએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube