રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કાર્લ હુપરે કહ્યું કે, આઈપીએલનો આકર્ષક કરાર મેળવવાની ઈચ્છાને કારણે કેરેબિયન ટીમને ટેસ્ટ ક્રિકેટમાં નુકસાન પહોંચી રહ્યું છે. પ્રતિભાશાળી યુવાનોનું લક્ષ્ય આ ધનાઢ્ય ટી-20 લીગમાં રમવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલાડીઓ અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે પૂર્વમાં વિવાદ જગજાહેર છે. હુપરનું માનવું છે કે આઈપીએલે લાંબા સમયના ફોર્મેટમાં ટીમની મુશ્કેલી વધારી છે. 


વેસ્ટ ઈન્ડિઝ તરફથી 102 ટેસ્ટ મેચ  રમનાર હુપર બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કોમેન્ટ્રી કરવા માટે 16 વર્ષ બાદ ભારત આવ્યા છે. તેમણે કહ્યું, અમારે આનાથી (વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ પર આઈપીએલના પ્રભાવ)થી માહિતગાર જોવું જોઈએ. ટી-20 ક્રિકેટ ચાલું રહેવું જોઈએ. 


હુપરે કહ્યું, તમને આજે પાંચ વર્ષ પહેલાની તુલનામાં વધુ લીગમાં રમવાની તક મળી રહી છે. તેનાથી અમે પ્રભાવિત થઈ રહ્યાં છીએ, કારણ કે વેસ્ટ ઈન્ડિઝના વધુમાં વધુ યુવા ખેલાડીઓનું લક્ષ્ય કોઈ આઈપીએલ ટીમનો કરાર મેળવવાનું હોય છે. 


પોતાના નવા ઘર એડિલેડમાં ઘણા રેસ્ટોરન્ટ ચલાવનાર હુપરે કહ્યું, તેનાથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં ઉપલબ્ધતા પર અસર પડે છે અને તેમાં ટેસ્ટ ક્રિકેટ પણ સામેલ છે. 


ચુકવણી વિવાદ અને વિશ્વભરની ટી-20 લીગમાં રમવાના વિકલ્પને કારણે ક્રિસ ગેલ, ડ્વેન બ્રાવો, કીરોન પોલાર્ડ અને સુનીલ નરેન જેવા ખેલાડીઓ આ નાના ફોર્મેટમાં રમવાની પ્રાથમિકતા આપી રહ્યાં છે. 


હુપરે કહ્યું, આઈપીએલ માત્ર 6 સપ્તાહ માટે હોય છે, પરંતુ અમારી સ્થિતિ તે છે કે સુનીલ નરેન જેવો બોલર જેણે પોતાના અંતિમ ટેસ્ટ મેચ (2013)માં છ વિકેટ ઝડપી હતી, તે ફરી અમારી માટે ન રમ્યો. આ વાત ગેલ અને પોલાર્ડ માટે પણ લાગૂ થાય છે. 


તેમણે કહ્યું, પોલાર્ડ જો 26-27 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટ રમત, તો થઈ શકતું હતું કે તે સારો ટેસ્ટ ક્રિકેટ બની ગયો હોત પરંતુ તેણે નાના ફોર્મેટમાં રમવાનું યોગ્ય સમજ્યું હતું. આ રીતે અમે એક ખેલાડી ગુમાવી દીધો. ઇવિન લુઇસ પણ ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે પરંતુ તે ઈચ્છતો નથી. આ રીતે નાના ફોર્મેટ અમારી પ્રગતિમાં વિક્ષેપ પાડી રહ્યાં છે. 


હુપરે એક અન્ય ઉદાહરણ આપ્યું, જેનાથી ટેસ્ટ ટીમને નુકસાન પહોંચી શકે છે. તેણે કહ્યું, શિમરોન હેટમેયર જેવો ખેલાડી, જેણે સીપીએલમાં સારૂ પ્રદર્શન કર્યું. હવે તેને આગામી સિઝનમાં આઈપીએલમાં પસંદ કરવામાં આવી શકે છે અને મને આ લીગને કારણે તેને ગુમાવવો સારૂ લાગશે નહીં.