લંડનઃ યુવા ટેનિસ ખેલાડી કાર્સોલ અલકરાઝે નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડન 2023નું ટાઈટલ કબજે કર્યું છે. 5 કલાક ચાલેલા મુકાબલામાં 20 વર્ષીય કાર્લોસ અલકરાઝે નોકાક જોકોવિચને જોરદાર ટક્કર આપી હતી. ઘણી ગેમમાં તે જોકોવિચ પર ભારે પડ્યો. પ્રથમ સેટ 6-1થી જીત્યા બાદ જોકોવિચે બે સેટ ગુમાવી દીધા હતા. કાર્લોસ અલકરાઝે પ્રથમ સેટ હાર્યા બાદ શાનદાર વાપસી કરી અને સતત બે સેટ જીત્યા હતા. પરંતુ નોવાક જોકોવિચે પોતાના અનુભવનો ફાયદો ઉઠાવ્યો અને ચોથો સેટ કબજે કર્યો હતો. અલકરાઝે પાંચમો સેટ 6-4થી પોતાના નામે કર્યો અને મેચ જીતી લીધી હતી. રેકોર્ડ 23 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચ અત્યાર સુધી સાત વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ સેટ નોવાક જોકોવિચે 6-1થી જીત્યો. બીજા સેટમાં કાર્લોસ અલકરાઝે 7-6થી પોતાના નામે કર્યો. ત્યારબાદ ત્રીજો સેટ 6-1થી કબજે કર્યો હતો. જ્યારે ચોથા સેટમાં જોકોવિચે વાપસી કરતા 6-3થી જીત મેળવી હતી. પાંચમાં અને અંતિમ સેટમાં યુવા ખેલાડી કાર્લોસે વાપસી કરતી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ કબજે કર્યું છે. 
 



સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ (પુરૂષ સિંગલ્સ)
1. નોવાક જોકોવિચ- 23
2. રાફેલ નડાલ- 22
3. રોજર ફેડરર- 20
4. પીટ સામ્પ્રસ- 14


 


સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ (પુરૂષ સિંગલ્સ)
34- નોવાક જોકોવિચ
31- રોજર ફેડરર
30- રાફેલ નડાલ
19- ઇવાન લેન્ડલ
18- પીટ સામ્પ્રસ