Deepak Chahar On Malaysia Airlines flight: ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર દીપક ચાહરને બાંગ્લાદેશ જતી વખતે મલેશિયાની એરલાઈન્સનો એક કડવો અનુભવ થયો હતો જે તેણે ટ્વીટર પર શેર કર્યો છે. ત્યારબાદ મલેશિયા એકલાઈન્સે માફી માંગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન પોતાના ખરાબ અનુભવનો ખુલાસો કર્યો છે. ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે દીપક ગત દિવસોમાં કુઆલાલંપુરથી બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે ત્યાંની એરલાઈન્સ દ્વારા ગયો હતો. તે હાલમાં જ ન્યુઝીલેન્ડ પ્રવાસથી પરત ફર્યો હતો અને બાંગ્લાદેશમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો. દીપક બંને દેશો વચ્ચે રમાતી ODI શ્રેણીનો ભાગ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થશે. પછી ભારત યજમાન ટીમ સામે 2 ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમશે.



ખરાબ અનુભવનો ખુલાસો
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરે ટ્વિટર પર મલેશિયાની ફ્લાઈટમાં પોતાના ખરાબ અનુભવનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેને બિઝનેસ ક્લાસમાં ખાવાનું પણ મળ્યું નથી. તેઓ છેલ્લા 24 કલાકથી તેમના સામાનની રાહ જોઈ રહ્યા છે. દીપકે ટ્વીટ કરીને લખ્યું, મલેશિયા એરલાઈન્સ સાથે મુસાફરી કરવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો. પહેલા તેઓએ અમને જાણ કર્યા વિના અમારી ફ્લાઈટ બદલી. બિઝનેસ ક્લાસમાં ખાવાનું પણ પીરસવામાં આવતું ન હતું અને હવે અમે 24 કલાકથી અમારા સામાનની રાહ જોઈ રહ્યા છીએ. કલ્પના કરો કે કાલે મારી મેચ છે.



મલેશિયા એરલાઈન્સે માફી માંગી
વિવાદ વકર્યા બાદ મલેશિયા એરલાઈન્સે દીપક ચહરની માફી માંગી અને કહ્યું કે તે આ અંગે વાત કરશે. એરલાઈન્સે ટ્વિટ કરીને લખ્યું, હાય દીપક! અમારો સંપર્ક કરવા બદલ આભાર. આ સાંભળીને અમને દુ:ખ થાય છે. મલેશિયા એરલાઇન્સમાં અમે દરરોજ તમામ ફ્લાઇટ્સ સમયસર રવાના થાય તેની ખાતરી કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. 


જો કે, અમારી ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ઓપરેશનલ, મોસમ સંબંધી અને ટેકનિકી કારણોને લીધે ફ્લાઇટ વિલંબ અને રદ થઈ શકે છે. તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે તમને એક લિંક દ્વારા ફોર્મ ભરવાની સલાહ આપીશું. તમારા પ્રતિસાદને અનુસરવા માટે અમારી ટીમનો એક પ્રતિનિધિ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.