ટી20 વિશ્વકપ માટે અલગ પડકાર, ઓસ્ટ્રેલિયા શોધી રહ્યું છે તમામ વિકલ્પ
અત્યાર સુધી નક્કી કાર્યક્રમ પ્રમાણે પુરૂષોનો ટી20 વિશ્વકપ આ વર્ષો ઓક્ટોબરની 18 તારીખની ઓસ્ટ્રેલિયામાં રમાશે. પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે તેના પર સંકટના વાદળો છવાયેલા છે. આ પ્રકારે તેને સ્થગિત કરવાને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે કેદમાં રહેલી દુનિયામાં ક્રિકેટ સહિત તમામ રમતો માર્ચ મહિનાથી ઠપ્પ પડી છે. તેવામાં આ વર્ષે ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં યોજાનારા ટી20 વિશ્વકપના આયોજન પર પણ સંકટના વાદળો છવાયેલા છે. પરંતુ ફટાફટ ક્રિકટના આ મોર્ડન અવતારની મોટી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે કે તેનું આયોજન થાય.
શું ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચ
ઓસ્ટ્રેલિયાના ખેલ મંત્રી રિચર્ડ કોલબેકે કહ્યું કે, તેનો દેશ ટી20 વિશ્વકપ માટે ટીમોની યજમાની કરવાના પડકારને પાર કરી શકે છે, પરંતુ મુખ્ય મુદ્દો તે છે કે શું ટૂર્નામેન્ટનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરાવવું યોગ્ય હશે. ટી20 વિશ્વકપ અને ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સંકટ છવાયેલું છે, કારણ કે હજુ યાત્રા સંબંધી પ્રતિબંધો લાગેલા છે.
બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ
જો આ બંન્ને ટૂર્નામેન્ટ ન રમાય તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને 30 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. કોલબેકે કહ્યું, 'અમે તમામ સ્થિતિમાં અંતરને સમજીએ છીએ પરંતુ જ્યાં સુધી ટીમોનો સવાલ છે તો મને લાગે છે કે અમે રમત અને ખેલાડીઓની હેલ્થના કેટલાક નિયમ નક્કી કરી શકીએ જે મહત્વના છે.' જો અમે ટૂર્નામેન્ટનું આયોજન કરીએ તો નક્કી સમય સુધી અલગ રહેવું અને બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ જરૂરી છે.
બુમરાહે શેર કર્યો જ્લાટન ઇબ્રાહિમોવિચનો વીડિયો, આપ્યો ખાસ મેસેજ
આગામી વર્ષે ટાળવા પર પણ સવાલ
ટી20 વિશ્વકપ સતત બે વર્ષ યોજાવાનો છે. આગામી વર્ષે તેનું આયોજન ભારતમાં થવાનું છે. તેવામાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપ આગામી વર્ષ સુધી ટાળી દેવામાં આવે અને 2021માં રમાનાર વિશ્વકપનું આયોજન 2022માં કરવામાં આવે. પરંતુ ત્યારબાદ 2023માં 50 ઓવરનો વિશ્વકપ પણ છે.
ગંભીર, લીને પસંદ ન આવ્યો આ વિચાર
ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગે ટી20 મેચોને ચાર ઈનિંગમાં રમવાનો વિચાર રજૂ કર્યો છે, પરંતુ પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર બ્રેટ લી તેની સાથે સહમત નથી. બ્રેટ લીએ કહ્યું, ભલે બીબીએલ હોય કે આઈપીએલ તે તેમાં કોઈને કોઈ ખાસિયત જાળવી રાખવાના પક્ષમાં છે જેથી આકર્ષણ પેદા થાય અને લોકો રમત સાથે જોડાય, પરંતુ કેટલિક વસ્તુ તમે પરંપરાગત રાખવા ઈચ્છશો અને ટી20ને ચાર ઈનિંગમાં વિભાજીત કરવા કંઇક વધુ થઈ જશે. ગંભીરે કહ્યું, હું આ વાત સાથે વધુ વિશ્વાસ રાખતો નથી કે ટી20ને ચાર ઈનિંગમાં વિભાજીત કરવામાં આવે. સચિને વનડે માટે આ આઇડિયો આપ્યો હતો જ્યાં તે ખુબ મહત્વ રાખે છે.
બકવાસ છે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમઃ માઇકલ હોલ્ડિંગ
તૈયારી ન થાય તો રોકી દો વિશ્વકપઃ રોય
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે કહ્યું કે, તૈયારીનો સમય ન હોવા પર ટી20 વિશ્વકપ સ્થગિત કરી દેવો જોઈએ. રોયે કહ્યું, જો ખેલાડીઓ તૈયારી ન કરી શકે અને અમે ઓસ્ટ્રેલિયા ન જઈ શકીએ તો તેને સ્થગિત કરવો યોગ્ય રહેશે. જો વિશ્વકપ યોજાઇ તો અમારૂ કામ રમવાનું છે. જો કહેવામાં આવે કે તૈયારી માટે ત્રણ સપ્તાહ છે તો ઘર પર તૈયારી કરીને પણ અમે રમીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube