નવી દિલ્હીઃ યૂરોપની સૌથી મોટી ફુટબોલ ટૂર્નામેન્ટ યૂઈએફએ ચેમ્પિયન્સ લીગમાં મંગળવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન લીવરપૂલ પોતાની પ્રથમ મેચમાં હારી ગયું છે. ડ્રાયસ મર્ટેસ (82મી મિનિટ) અને ફર્નાન્ડો લોરેન્ત (સ્પોપેજ ટાઇમ)એ અંતિમ ક્ષણોમાં કરેલા ગોલની મદદથી લેપોલીએ લીવરપૂલને 2-0થી હરાવ્યું હતું. તો બાર્સિલોનાનો લિયોનેલ મેસી ઈજા બાદ પ્રથમવાર સિઝનમાં રમવા ઉતર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાર્સિલોના અને બોરૂસિયા ડોર્ટમંડ વચ્ચે રમાયેલી મેચ 0-0થી ડ્રો રહી હતી. લીગ શરૂ થતાં પહેલા મેસી પગમાં ઈજાને કારણે બહાર હતો. ઈજા બાદ વાપસી કરતા મેસીએ આ સિઝનમાં પ્રથમ મેચ રમી છે. આ મેચમાં ડોર્ટમંડના કેપ્ટન માર્કો પ્રથમ હાફમાં પેનલ્ટી અને બીજી હાફમાં કેટલિક તક ચુકી ગયો, બાકી પરિણામ અલગ હોત. 

શિખર ધવનને માત્ર 44 રનની જરૂર, આ ખાસ લિસ્ટમાં થઈ જશે સામેલ 


ચેલ્સીએ પોતાની છેલ્લી બંન્ને મેચ હારી
પાછલી સિઝનમાં યૂરોપા લીગ ચેમ્પિયન ચેલ્સી પોતાની છેલ્લી બે મેચ હારી ગયું છે. મંગળવારે વેલેન્સિયાએ ચેલ્સીને 1-0થી હરાવ્યું હતું. ચેલ્સીની પાસે આ મેચ ડ્રો કરાવવાની શાનદાર તક હતી, પરંતુ વેલેન્સિયાના રોડ્રિગો મોરેનોએ મેચની 74મી મિનિટમાં મળેલી ફ્રી-કિકમાં ગોલ કરીને ટીમને જીત અપાવી હતી.