CT 2025: ટીમ ઈન્ડિયા આ મેચ માટે પાકિસ્તાન જશે, શેડ્યૂલમાંથી મળ્યો છે સંકેત; પૂર્વ ક્રિકેટરનો દાવો
Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને દિવસને દિવસે નવા અપડેટ આવી રહ્યા છે. ભલે વિવિધ પ્રકારના સમાચારો આવી રહ્યા હોય, પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ થઈ ગયો છે. પરંતુ હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ નવો દાવો કર્યો છે.
Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને દિવસને દિવસે નવા અપડેટ આવી રહ્યા છે. ભલે વિવિધ પ્રકારના સમાચારો આવી રહ્યા હોય, પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ થઈ ગયો છે. પરંતુ હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ નવો દાવો કર્યો છે. તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને અંદરની વાત કહી, બાસિત અલીના ગુપ્ત સંદેશ અનુસાર ભારત નોકઆઉટ મેચ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે.
હાઈબ્રિડ મોડલ પર યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ પાકિસ્તાન યજમાની પર અડગ દેખાઈ રહ્યું છે. પરંતુ તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર એવું બહાર આવ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એક શરત સાથે હાઈબ્રિડ મોડલ માટે તૈયાર છે. પીસીબીએ શરત મૂકી છે કે, 2031 સુધી ભારત દ્વારા આયોજિત તમામ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર યોજાશે. પરંતુ ICCએ તેને 2027 સુધી મર્યાદિત કરી દીધું છે. જો કે, હાલમાં ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર અપડેટ પ્રાપ્ત થયું નથી. ICC ગમે ત્યારે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરી શકે છે.
શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી
શું કહ્યું બાસિત અલીએ?
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા બાસિત અલીએ કહ્યું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ભારતમાંથી કોઈએ મને શેડ્યૂલ મોકલ્યું છે જેમાં બન્ને સેમિફાઈનલ માત્ર પાકિસ્તાનમાં જ છે. જે વ્યક્તિ દ્વારા તેને મોકલવામાં આવ્યું છે તેમણે કહ્યું કે, ભારતમાં આ જ શેડ્યૂલ ચાલી રહ્યું છે.
એડિલેડ ટેસ્ટ મેચમાં શાબ્દિક યુદ્ધ સિરાજ-હેડને પડ્યું ભારે, ICCએ ફટકાર્યો ભારે દંડ
શું ભારત પાકિસ્તાનમાં સેમીફાઈનલ રમશે?
બાસિલ અલીએ વધુમાં કહ્યું કે, 'ભારત સેમીફાઈનલમાંથી બહાર થઈ જાય એવું શક્ય નથી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો સેમીફાઈનલમાં જોવા મળશે. ભારત સેમીફાઈનલ રમશે તે નિશ્ચિત છે. ફાઈનલમાં શું થશે તે પછી જોવા મળશે, હવે સમય છે શેડ્યૂલ જાહેર થવાની રાહ જુઓ. ICC ગમે ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.