Champions Trophy 2025: 29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પર બધા ICCના સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટૂર્નામેન્ટ પ્રવાસ માટે પાકિસ્તાન જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. પરંતુ બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ મક્કમ દેખાઈ રહ્યું છે. હવે મેગા ઈવેન્ટને લઈને વધુ એક અપડેટ આવી રહ્યું છે, જ્યાર બાદ ફરી એક વખત મોટો હોબાળો થઈ શકે છે.
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પર બધા ICCના સ્ટેન્ડની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટૂર્નામેન્ટ પ્રવાસ માટે પાકિસ્તાન જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. જ્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ મક્કમ જોવા મળી રહ્યું છે. હવે મેગા ઈવેન્ટને લઈને વધુ એક અપડેટ આવી રહ્યું છે, જ્યાર બાદ ફરી એક વખત મોટો હોબાળો થઈ શકે છે. 1 ડિસેમ્બરે બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. તે પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે એક બેઠકનું યોજી શકાય છે.
PCB અને BCCI વચ્ચે તણાવ વધ્યો
મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદથી જ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બન્ને ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ સામસામે જોવા મળે છે. આ વખતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં બન્ને ટીમો વચ્ચેની ટક્કર માટે ફેન્સ ઉત્સાહિત છે. પરંતુ પાકિસ્તાને આઈસીસીને ધમકી પણ આપી હતી કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો તે ભારત સામે કોઈ મેચ નહીં રમે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ICCએ PCBને હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
ક્યારે જાહેર થશે શેડ્યૂલ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. આઈસીસીના પ્રવક્તાએ આ અંગે પીટીઆઈને જણાવ્યું કે, 'આઈસીસી 29 નવેમ્બરે ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને લઈને એક બેઠકનું આયોજન કરશે.' આ બેઠકમાં ICC શેડ્યૂલ અંગે શું નિષ્કર્ષ કાઢે છે તે જોવું રસપ્રદ રહેશે.
પાકિસ્તાન પાસેથી છીનવાશે હોસ્ટિંગ?
થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, જો પાકિસ્તાન હોસ્ટિંગ છોડવા માટે તૈયાર થાય છે, તો ટૂર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટનું આયોજન કરવાની સલાહને ફગાવી દીધી છે. બોર્ડ આ અંગે શું નિર્ણય લે છે તે આ સપ્તાહે સ્પષ્ટ થઈ જશે.