કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ ચરિથ સેનાનાયકેને રાષ્ટ્રીય ટીમના નવા મેનેજર નિયુક્ત કર્યા છે. તે અસાંકા ગુરૂસિન્હાની જગ્યા લેશે જેને આઈસીસીએ સેન્ટ લૂસિયામાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં બોલ છેડછાડ પ્રકરણમાં ભૂમિકા માટે સસ્પેન્ડ કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાના દોષ સ્વીકાર કર્યા બાદ થયેલી આઈસીસીની તપાસ બાદ આ મહિનાની શરૂઆતમાં ગુરૂસિન્હા, મુખ્ય કોચ ચંડિકા હથુરૂસિંઘે અને કેપ્ટન દિનેશ ચાંદીમલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ગઈકાલે સમાપ્ત થયેલી બે મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમથી દૂર રહ્યાં. લંકાએ આ શ્રેણી 2-0થી જીતી હતી. 


એસએલસીના નિવેદન અનુસાર, પૂર્વ ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેન સેનાનાયકેની નિયુક્તિ 25 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી હશે. એસએલસીએ નિવેદનમાં કહ્યું કે, સેનાનાયકે એશિયા કપની સમાપ્તિ સુધી રાષ્ટ્રીય ટીમના મેનેજરના રૂપમાં કામ કરશે જે સપ્ટેમ્બર 2018માં રમાશે. સેનાનાયકે પહેલા પણ ટીમ મેનેજરની ભૂમિકામાં રહી ચૂક્યા છે. પરંતુ તેમને 2014માં આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમણે એ ટીમના વિદેશ પ્રવાસના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.